Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મોટી પાનેલી ઉતરાણ નિમિતે ગરીબોને ચીકી - લાડવાનું વિતરણ

 મોટી પાનેલી : મોટી પાનેલીના સેવાભાવી યુવાનોનું સૂત્ર 'દરિદ્ર નારાયણ ના શ્રી ચરણોમાં'ને વધુ એક વખત સાર્થક કરતા, ઉતરાયણના તહેવાર નિમિતે ગરીબ પરિવારોના તમામ બાળકોને ખેતરોમાં જઈને ચીકી લાડવા રેવડીનું વિતરણ કરેલ હતું. બાળકો ખુશી થી ઝુમી ઉઠયા હતા. ગરીબ પરિવારો ના વડીલો પણ બાળકોની ખુશી જોઈ ને હર્ષ ની લાગણી અનુભવતા હતા. આ સેવાભાવી યુવાનો દરેક તહેવાર ગરીબ પરિવાર સાથે જ ઉજવણી કરી પોતાની આ સેવા ભગવત દરિદ્ર નારાયણના ચરણોમાં સમર્પિત કરી પોતાને આ સેવા માટે નિમિત્ત બનાવવા માટે ઈશ્વર અને માતાજી નો આભાર વ્યકત કરે છે. આ સેવાકીયુ કાર્ય માં હિરેન સોઢા,પ્રફુલ ફિનડોરીયા, આસિફ મેર, વિજય પરમાર, પૂંજો હુંણ(રબારી), ભાવેશ તન્ના વગેરે યુવાનો સુંદર સેવા બજાવી રહ્યા છે. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : અતુલ ચગ)

(10:00 am IST)