Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જેતપુરમાં સ્વામિ વિવેકાનંદ જન્મજયંતિ ઉજવાઇ

 જેતપુર : પ્રગલ્ભ એજયુકેશન દ્વારા ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ ૧૫૬ મી જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય શોભા યાત્રાનું આયોજન થયું. જેમાં ૪૦ જેટલા નાના ભૂલકાં ઓ સ્વામી વિવેકાનંદજીના પહેરવેશમાં આવીને બાળ વિવેકાનંદ બનેલા , આ શોભા યાત્રામાં ૨૫૦ જેટલા બાળકો એ ભાગ લીધેલો અને જેતપુરના અલગ અલગ વિસ્તારો માં યુવા આદર્શ સ્વામી વિવેકાનંદજીનો સંદેશો પહોંચાડયો હતો, સાથે જ પ્રગલ્ભ એજયુકેશનના સંચાલક સંદીપભાઈએ બાળકોને રાષ્ટ્રીય યુવા દિવસ વિશે બાળકોને ઊંડું જ્ઞાન પીરસ્યું હતું, કાર્યક્રમની પૂર્ણાહુતિમાં જેતપુર શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ, યુવા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ અને તેમની ટીમે હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકોએ કરતા મહેમાનો એ તેમને પ્રોત્સાહિત કરેલા તે પ્રસંગની તસ્વીર.(૨૧.૩)

 

(9:56 am IST)