Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નણંદના કંકુપગલામાં જતી વેળાએ ભાભીના મોત પછી સસરા રાજેશભાઈ ઠુંમરનું મૃત્યુ

ગોંડલ : જેતપુર રોડ પરની સંજય સોસાયટીમાં રહેતો પટેલ પરિવાર ગઈકાલે પુત્રી તેજસ્વીનું વેવિશાળ નક્કી થતા કંકુપગલાં કરવા જામબરવાળા ગામે જઇ રહ્યો હતો બાબરા પાસે આ પરિવારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પટેલ પરિવારની ૨૭ વર્ષીય પુત્રવધૂ વિજેતાબેન ભાવિનભાઈ ઠુંમરનું મોત નીપજયું હતું. તેણીના સસરા રાજેશભાઈ રણછોડભાઈ ઠુંમર ગંભીર રીતે ઘવાયા હોઇ તેને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં તેનું ગઈકાલે મોત નિપજતા બે દિવસમાં પટેલ પરિવારમાં બે સદસ્યોની અર્થી ઉઠતા ઘેરો શોક ફેલાયો હતો.

(11:22 am IST)