Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન

અમરેલી તા. ૧૭ : સંરક્ષણ સેવા, પેરા મીલીટરી ફોર્સીસ તેમજ પોલીસ ફોર્સ વગેરેમાં જોડાવા માટે જાગૃત્ત્િ। આવે તેમજ પ્રેરણા થાય તે ઉદ્દેશ્ય સાથે જિલ્લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં ભરતી થયા બાદ મલ્ટી સગવડો વિશે જાણકારી-માહિતી પણ આપવામાં આવશે.

આગામી એપ્રિલ-૨૦૧૮ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવાનાર છે. તા.૨૬ એપ્રિલ થી તા.૫ મે-૨૦૧૮ દરમિયાન યોજાનાર ભરતી મેળામાં ભાગ લેતા પહેલા યુવાનોને માહિતગાર-જાગૃત્ત્। કરવામાં આવશે.

શ્રમ અને રોજગાર વિભાગની સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ હેઠળ ૩૦ દિવસીય તાલીમમાં ભાગ લેવા માટે, રોજગાર કચેરીના કાર્ડ, આધારકાર્ડ લીંક કરેલા હોય તેવા બેંક ખાતાની પાસબુક, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, પરિણામપત્ર સહિતના દસ્તાવેજોની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ સાથે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક પ્રથમ માળ, રાજમહેલ કમ્પાઉન્ડ-અમરેલી ખાતે તા.૩૦ સુધીમાં સ્વખર્ચે ફોર્મ્સ ભરવાના રહેશે.

ભાગ લેવા ઇચ્છુકે ઓછામાં ઓછું ધો.૧૦ પાસ કરેલું હોવું જોઇએ. વયમર્યાદા ૧૭.૫ થી ૨૦ વર્ષની હોવી જોઇએ. વજન ૫૦ કિગ્રા અને ઉંચાઇ ૧૬૮ સેમી તેમજ છાતી ૭૭/૮૨ હોવી જોઇએ.

જિલ્લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા નિયત કરવામાં આવેલા સ્થળે યોજાનાર તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને ૩૦ દિવસ સુધી ફરજિયાત રહેવાનું રહેશે. રહેવાની તેમજ ભોજનની વ્યવસ્થા કચેરી દ્વારા કરવામાં આવનાર હોય ઉમેદવાર માટે નિઃશુલ્ક રહેશે.

અગાઉ યોજાયેલ નિવાસી તાલીમ વર્ગમાં તાલીમ મેળવી હોય તેમવ રક્ષા શકિત યુનિ. દ્વારા યોજવામાં આવેલા તાલીમવર્ગમાં તાલીમ લઇ રહ્યા હોય તેવા ઉમેદવારો આ ફોર્મ્સ ભરી શકશે નહિ.

નિવાસી તાલીમ વર્ગ વિશે વધુ માહિતી-વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક સાધવા, જિલ્લા રોજગાર અધિકારી-અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(૨૧.૩)

(10:05 am IST)