Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ભાણવડ તાલુકા આહીર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભાણવડ, તા., ૧૬: ભાણવડ તાલુકા આહીર સમાજ આયોજીત સમાજનું સ્નેહમિલન, તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમજ હોદેદારોનું સન્માન સમારંભ આહીર સમાજનાં પ્રમુખ સાજણભાઇ રાવલીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ અતિથી વિશેષ મુળુભાઇ બેરા, ડો.સાજણભાઇ વારોતરીયા, ભીખુભાઇ ગોજીયા, હમીરભાઇ કનારા, જગદીશભાઇ ગોજીયા, નારણભાઇ રાવલીયા, કાળુભાઇ નંદાણીયા, હમીરભાઇ છુછર, વજસીભાઇ નંદાણીયા, લખમણભાઇ રાવલીયા, બળદેવભાઇ વારોતરીયા, જીતુભાઇ માડમ, કરશન પીઠીયા, રામુભાઇ ગોજીયા, દિલીપભાઇ ચાવડા, અર્જુનભાઇ આંબલીયા, રાહુલભાઇ કરમુર, પાલભાઇ કરમુર, દેવશીભાઇ કરમુર, કરશનભાઇ ભેડા, ખીમભાઇ રાવલીયા, ગોવિંદભાઇ કનારા, કરશનભાઇ કરંગીયા, પરબતભાઇ કરમુર, ભરતભાઇ વારોતરીયા, મુકેશભાઇ કરમુર, અરજણભાઇ ગાંગલીયા, રાજુભાઇ ગોધમ, જેન્તીભાઇ ગોધમ, સંજયભાઇ વિંઝવા, જે.ડી.ડાંગર, આહીર કર્મચારી મંડળ, આહીર વેપારી મંડળ, આહીર સોશ્યલ ગૃપ, આહીર એકતા ગ્રુપ સહીત વિવિધ ગામનાં સરપંચો સમાજનાં આગેવાનો અને વિદ્યાર્થી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

આ તકે આહીર રેજીમેન્ટની માંગ અંગે રામુભાઇ ગોજીયાએ આગામી તા.૧૮ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર આંદોલન અંગે જણાવેલ અને આહીર સમાજનાં લોકોને આ તકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાંકલ કરેલ. કાર્યક્રમને અંતે આભારવિધિ બળદેવભાઇ વારોતરીયા દ્વારા કરવામાં આવેલ.

(12:17 pm IST)
  • આયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST

  • સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ તેમના પુત્રએ ભત્રીજા પર કર્યો હુમલો : પંચમહાલ સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદઃ રેતીના વેપારમાં હરીફાઇની અદાવતમાં કર્યો હુમલોઃ પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે ભત્રીજા સુનિલ ચૌહાણ પર કર્યો હુમલોઃ સુમન ચૌહાણ છે કલોલના ધારાસભ્ય access_time 3:17 pm IST

  • ટ્રોલી સાથે સળગતું ટ્રેક્ટર ઉતારી દીધું તળાવમાં : ખેડૂતની હિંમતે અનેક ઘરો તબાહ થતાં બચાવ્યાં : 28 વર્ષના યુવાને જીવ જોખમમાં મૂકીને ગામ આખાને આગની ઝપેટમાં આવતા બચાવ્યું access_time 12:37 pm IST