Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મોરબીમાં નવલખી રોડ ઉપર વાહન અકસ્માત મુકેશભાઇ મારવાડીનું મોત

મોરબી પાસે નદીમાં ડુબીને જતા ત્રાજપર ખારીના અમીત કોળીનું મોત

મોરબી,તા.૧૬: મોરબીના નવલખી પર વાહન અકસ્માતમાં આધેડનું મોત નીપજ્યું હતું.

 

મોરબીના નવલખી રોડ પર આજે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં નવલખી ફાટક પાસે ઝુપડામાં રહેતા મુકેશભાઈ અમરશીભાઈ મારવાડી (૪૫) નું અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે જો કે અકસ્માત કયા કારણોસર થયો અને કયાં વાહનનો અકસ્માત થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી

અન્ય એક બનાવમાં મોરબીના ત્રાજપર ખારીમાં રહેતો અમિત ધનજીભાઈ દુદકીયા કોળી નામનો યુવાન મોરબીની કાલીન્દ્રી નદીમાં નાહવા ગયો હતો ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. પોલીસને બનાવની જાણ થતાં જ પોલીસ તુરંત જ દ્યટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે બનાવની નોંધ લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:48 pm IST)
  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • PSA હેઠળ ફારૂક અબ્દુલ્લાની અટકાયત : ર વર્ષ સુધી અંદર રહી શકે છેઃ પ ઓગસ્ટથી હાઉસ એરેસ્ટ છેઃ હવે બે વર્ષ સુધી કોઇપણ કેસ વગર તેઓ અટકાયતમાં રહેશે access_time 4:24 pm IST

  • અખિલેશ યાદવના કાર્યક્રમમાં ભારે ભાગદોડ સર્જાતા સપાના અનેક કાર્યકર્તા ઘાયલ થયા: યુ.પી.ના પીલીભીત ખાતે પીડબલ્યુના ગેસ્ટ હાઉસમાં અખિલેશ યાદવને મળવા સમાજવાદી પક્ષના કાર્યકરોની ભીડ ઉમટી પડીઃ ગેસ્ટ હાઉસના કાચના દરવાજા તુટી ગયા access_time 12:23 pm IST