Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જુનાગઢસ્ત્રી નિકેતન સંસ્‍થા દ્વારા વર્ષારૂતુને અનુલક્ષીને ‘હરિયાળી દિવસ' ની ઉજવણી

જુનાગઢ, તા. ૧૪ : જુનાગઢસ્ત્રી નિકેતન સંસ્‍થા દ્વારા વર્ષારૂતુને અનુલક્ષીને ‘હરિયાળી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

જુનાગઢસ્ત્રી નિકેતન સંસ્‍થાના સભ્‍ય બહેનોની જનરલ મીટીંગ સંસ્‍થાના વાઇસ ચેરપર્સન શ્રીમતિ મીનાબેન ચગના અધ્‍યક્ષ સ્‍થાને અવનિ સ્‍કૂલ ખાતે યોજાય ગયેલ. વર્ષારૂતુને અનુલક્ષી ગ્રીન-ડેની ઉજવણી કરવામાં આવેલ જેમાં વિવિધ રમતો રમાડવામાં આવેલ. ખૂબજ મોટી સંખ્‍યામાં સભ્‍ય-બહેનોની હાજરી હતી તથા બન્ને સ્‍પર્ધા થઇને ૧રપ બહેનોએ ભાગ લીધો હતો.

કુદરતી ગ્રીન વસ્‍તુઓની યાદી લખવામાં પ્રથમ જુલીબેન દવે, દ્વિતિય મિનાક્ષીબેન પંડયા, તૃતિય શ્વેતાબેન ગેરડીયા, મયુરીબેન ઉનડકટ તથા રંજનબેન રાજા તથા ચતુર્થ દિવ્‍યાબેન છગ, વિણાબેન પંડયા, રૂપલબેન સાંગાણી, પાંચમા ભાવનાબેન વૈશ્‍નવ આવેલ. લીલી હરિયાળીને અનુરૂપ લીલા ડ્રેસ કોડની હરિફાઇમાં સીનીયરમાં પ્રથમ ઇલાબેન ભુપતાણી, દ્વિતિય પારૂલબેન બુદ્ધ, તૃતિય નયનાબેન હીરપરા તથા ચતુર્થ હેમાબેન ભટ્ટ આવેલ. જુનિયરમાં અનુક્રમે પ્રથમ કિરણબેન સોલંકી, ગીતાબેન ઢાંક, પુનમબેન જોષી તથા ઉમાબેન લાખાણી આવેલ. આ સાથે માંકડીયા હોસ્‍પિટલના ડો. કિંજલબેન સતાસીયાએ ચોમાસામાં થતી ચામડી તથા વાળની સમસ્‍યા વિશે માર્ગદર્શન આપેલ હતું. સભ્‍ય બહેનોએ કાર્યક્રમ ખૂબજ સરસ રીતે માણ્‍યો હતો. કારોબારી સભ્‍યોએ કાર્યક્રમને સફળ બનાવવા ઘણી જહેમત ઉઠાવેલ હતી તેમ પ્રમુખ ચેતનાબેન પંડયા તેમજ મંત્રી અનિલાબેન મોદીએ જણાવેલ છે.

સંસ્‍થાના સપ્‍ટેમ્‍બર માસના કાર્યક્રમના સ્‍થળ-સમયમાં ફેરફાર

સંસ્‍થા દ્વારા આગામી સપ્‍ટે. ૧૮નો કાર્યક્રમ તા. ર૯ ઓગષ્‍ટ ને બુધવારના રોજ દાતાર રોડ ખાતે આવેલ આર્ય સમાજ હોલ ખાતે રાખવામાં આવેલ છે.

(4:45 pm IST)