Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વેરાવળ માં સવા ત્રણ કરોડ ની છેતરપીડીં કરતી કંપનીઃ એક હજાર સભ્‍યોના નાણાં ડુબ્‍યા

વેરાવળ, તા.૧૬: વેરાવળ બસ સ્‍ટેન્‍ડ ઉપર આવેલ શોપીગ સેન્‍ટર માં બે વર્ષ પહેલા લખનવ ની એક કંપનીએ ઓફીસ ખોલી સ્‍થાનીક એજન્‍ટો બનાવી સવા ત્રણ કરોડ રૂપીયા જેટલી રકમ લાલચ આપી ભેગી કરેલ તે  નાણાં આજદીન સુધી પરત ન આપતા પોલીસમાં વડોદરા લખનવ ના ૧૦ શખ્‍સો સામે ફરીયાદ નોધાવેલ છે.

 બિહાર નગરમાં રહેતા યોગેશ રતિલાલ જોષી એ રીયલ ઈન્‍ડીયા ફેસ્‍ટીવલ બેનેફીટ કંપની લખનવ ની ઓફીસ વેરાવળ માં વિનાય પ્‍લાઝામાં ખુલેલ તેમાં ગુજરાતના હેડ તરીકે ધુ્રવ રમજુભાઈહોય જેને આ કંપનીમાં ડેઈલી બચત,માસીક બચત યોજના,ફીકસ  ડીપોઝીટ,માસીક આવક સહીત ની જુદી જુદી યોજનાઓમાં ૮ ટકા થી ૧પ ટકા જેટલું વ્‍યાજ મળશે તેવી લાલચ આપી ગીર સોમનાથ જીલ્લા માં તથા અન્‍યય ગામોમાં જુદા જુદા એજન્‍ટો બનાવી આશરે એક હજાર સભ્‍યો પાસેથી રૂા.૩ કરોડ રપ લાખ ૧ર હજાર ૩૭૭ ઉધરાવેલ જેની મુદત ર૦૧૬ માં પુર્ણ થઈ ગયેલ હોય જેથી આ  કંપનીના ગુજરાત ના હેડ વડોદરા ના ધુ્રવ રમજુભાઈ વિસાદ કંપની ના ડાયરેકટર લખનવ ના પ્રદિપ ગુપ્‍તા,પ્રદયમન સિંહ,નીખીલ  કુમાર શ્રીવાસ્‍તવ,પંકજ કુમાર શ્રીવાસ્‍તવ,પ્રતિમ મીશ્રા,જયોતીબેન ગુપ્‍તા,મમતાબેન શર્મા,સુસ્‍મીતાબેન સકસેસા,મહમદ હનીફ, ભોલેનાથ સહાની સામે વેરાવળ પોલીસ ફરીયાદ નોધાવેલ છે . વારંવાર આ શખ્‍સો પાસે પૈસા માંગતા આજદીન સુધી આપેલ નથી અને ર૦૧૬ માં વિનાયક પ્‍લાઝા માં આવેલ ઓફીસ ને તાળા મારી જતા રહેલ છે જેથી આ તમામ નાણાં વિશ્‍વાસધાત,છેતરપીડી કરી ઓરવી ગયેલ હોય આ કંપનીમાં એક હજાર થી વધુ સભ્‍યોના  નાણાં ડુબી ગયેલ છે પોલીસે તમામ સામે ગુનો નોધેલ છે.

 તપાસ નિશ અધિકારી બી.બી.કોહલી એ જણાવેલ હતુંકે બે વર્ષ જુની ફરીયાદ છે અને તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

 આ બનાવ બનતા નવી નવી કંપનીઓમાં નાણાં રોકતા ગ્રાહકો ભય વ્‍યાપેલ છે.

(4:41 pm IST)