Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દેશભકિતના જુવાળ સાથે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

જસદણ : શ્રીરામજી મંદિરે ભારતના નકશાનું નિર્માણ કરાયુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : હુસામુદીન કપાસી -જસદણ) (પ-૧૧)

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સ્‍વાતંત્ર્ય પર્વની ગઇકાલે દેશભકિતના જુવાળ સાથે ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી હતી. અને રાષ્‍ટ્રીય તહેવારને લોકોએ મનભરીને માણ્‍યો હતો.

ગામે-ગામ ધ્‍વજવંદન, પ્રભાતફેરી, દેશભકિતના ગીતોનું ગાયન સહિત અનેકવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં.

જસદણ

જસદણ : જસદણ - વિંછીયા પંથકમાં ૧પ મી ઓગસ્‍ટ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી ઠેર-ઠેર થઇ હતી. જસદણ - વિંછીયા પંથકના આટકોટ - વિરનગર, ગોખલાણા, શીવરાજપુર, લીલાપુર, સાણથલી, આંબરડી, લાલાવદર, કમળાપુર, જેવા અનેક  ગામોમાં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી ધ્‍વજવંદન પરેડ સાંસ્‍કૃતિક જેવા કાર્યક્રમોની ગરીમાપુર્ણ ઉજવણી થઇ હતી.

દેશભાવના કેળવાય એવા હેતુથી જસદણના રામજી મંદિરે પાથેશ્વર ગ્રુપ દ્વારા મહાદેવના ચરણમાં ભારતનો નકશો તૈયાર થયો હતો. શહેરની ઇકરા શૈક્ષણીક સંકુલના  સંચાલક રફીકભાઇ મીઠાણીએ પોતાની શાળામાં ધ્‍વજવંદનની સાથોસાથ દેશભકિતનો સૂર વહેડાવી રાષ્‍ટ્રભકિત  મજબુત બનાવી હતી.

દરબારગઢની લીટલ સ્‍ટાર્સ શાળાએ પણ ઉજવણી કરી હતી. સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે પત્રકાર હુસામુદીન કપાસી, હિતેશ ગોંસાઇએ નાગરીકોને જાહેર શુભેચ્‍છા પાઠવી હતી.

(2:08 pm IST)