Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દ્વારકામાં યુવા પરિણીતાએ નજીવી બાબતમાં જીવ દીધો

પતિએ જમવાની ના પાડતા માઠું લાગી આવ્‍યું

દ્વારકા તા. ૧૬: દ્વારકાના ભરચક ખારવા દરવાજા વિસ્‍તારમાં એક ખારવા યુવતિએ ગળાફાસો ખાઇ પંખા ઉપર દુપટ્ટા થી લટકી જતાં ભારે અરેરાટી સર્જાઇ છે.

 ખારવા આરતીબેન દિનેશભાઇ તાપડી ઉ.વ.૨૪ એ તેમના પતિને જમવાનું કહેતા પતિએ મારે કામ હોય હાલ જમવું નથી તેવું કહેતા આરતીબેનને માઠું લાગતા મકાનમાં ઉપરના ભાગે આવેલ રૂમનો દરવાજો બંધ કરી ગળાફાંસો ખાઇ આત્‍યહત્‍યા કરી છે.

તેમના પતિ કલર કામ કરે છે. અને દોઢ વર્ષ પહેલાજ તેમના લગ્ન થયા હતા. તેમજ તે સંયુકત પરિવારમાં સાસુ, સસરા અને જેઠ-જેઠાણી સહિતના પરિવારમાં જીવન ગાળતી હતી.

બનાવની જાણ થતા દ્વારકા પોલીસ જમાદાર કનુભાઇએ તપાસ અર્થે દોડી ગયેલ.

 

(1:13 pm IST)