Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

લોધીકા તાલુકા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ચીભડા ગામમાં ઉજવણી

 ખીરસરા : સ્‍વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી લોધીકાના ચીભડા ગામમાં મહિલા પી.એસ.આઇ. એચ.પી. ગઢવીની પરેડ કમાન્‍ડથી લોધીકા પોલીસ સ્‍ટેશનના જવાનો દ્વારા પોલીસ પરેડ સાથે લોધીકા તાલુકા મામલતદાર વી.બી. મકવાણા હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવેલ અને શાળાના બાળકો તેમજ ગ્રામજનો દ્વારા રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી. રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. શાળાના બાળકો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ અને મામલતદારશ્રીના મુખેથી દેશની ૭૧ વર્ષની ઉપલબ્‍ધીની ગાથા સંભળવેલ આ તકે નાયબ મામલતદાર ડી.વી. મોરડીયા, પી.ડી. વોરા, એચ.બી. મકવાણા એમ.પી. ઝાલા સર્કલ તાલુકા પંચાયત પ્રમુખ અનિરૂદ્ધસિંહ ડાભી કારોબારી અધ્‍યક્ષ હરિચંદ્રસિંહ જાડેજા ભાજપ અગ્રણી મોહનભાઇ દાફડા તાલુકા ઉપપ્રમુખ મુકેશભાઇ કમાણી, પીએસઆઇ (મેડમ) એચ.પી. ગઢવીએ એસ.આઇ. જે.બી. રાણા તેમજ પોલીસ સ્‍ટાફ લોધીકા દર્શનનભાઇ બી.આર.સી. તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી, મુકેશભાઇ દોંગા ચીભડા સરપંચ, લાધાભાઇ મારકણા ઉપસરપંચ અશોકભાઇ વસોયા તાલુકા પંચાયત સદસ્‍ય અજીતદાન ગઢવી, રસીકભાઇ ભુત, નાયબ કાર્યાપાલક ઇજનેર એન.જે. રૂપારેલ શાળાના આચાર્ય નયનભાઇ ગોહિલ  એસ.એમ.સી. અધ્‍યક્ષ નંદલાલ વાઘેલા, સભ્‍ય સગ્રામભાઇ શિયાળ, મામલતદાર ઓફીસના અલ્‍પેશભાઇ પાવરા સી.ડી.પી.ઓ. શ્રદ્‌ષ્‍ધાબેન ત્રિવેદી તેમજ શિક્ષણગણ ગ્રામજનો ઉપસ્‍થિત રહેલ અને રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. (તસ્‍વીરઃ અહેવાલ : ભીખુરી ગોસાઇ-ખીરસરા)(૮.૭)

(12:42 pm IST)