Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કોડીનાર માલધારી સમાજ સહિતના સંગઠનો એ રેલી કાઢીઃ આવેદન આપ્‍યું: પગલા ન લેવાય તો ઉગ્ર આંદોલન

કોડીનાર : મતો માંગવા નિકળી પડેલી ર૦ દિવસ પહેલા કડી તાલુકાના ખેડપુરા ગામના વતની અને બિમાર ગાયોની સેવા અને કતલખાને લઇ જતી ગાયોને બચાવવાની સારી કામગીરી કરતા ગૌસેવક રાજુભાઇ રબારી કસાઇઓ દ્વારા હત્‍યા કરવામાં આવી છે. હત્‍યારાઓને પકડવા લાચાર બનેલી સરકાર સામે ગામોગામથી આવેદનપત્ર, રેલીઓ,નીકળી રહી છે. ત્‍યારે કોડીનાર તાલુકાના માલધારી સમાજે હત્‍યારાઓને પકડવાની માંગ સાથે રેલી કાઢી આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ કરેલ. જેમાં તાલુકામાં વસતા રાજપૂત સમાજ, કરણી સેના, વિશ્વ હિન્‍દુ પરિષદ, ગૌરક્ષક સંગઠન સહિતના સંગઠનોએ જોડાઇ આરોપીઓને પકડવાની ઉગ્ર માંગણીકરેલ આ અંગે સરકાર  ગંભીરતા નહી લે તો આંદોલનની પણ ચીમકી ઉચ્‍ચારી હતી. (પ-૮)

(12:40 pm IST)