Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

આમરણ ચોવીસી પંથકમાં ખેતરોમાં પાક નિષ્ફળ જવાની સ્થિતિઃ ખેડૂતો ચિંતીત

પડયા પર પાટુ જેવી સ્થિતિ - ર૦૧૬-૧૭ના પાક વિમા માટે પણ ખેડૂતો તલશે છે

 આમરણ તા.૧૪: આમરણ ચોવીસ પંથકમાં અપુરતા વરસાદમાં થયેલી વાવણી બાદ હાલ વરસાદ ખેંચાતા ઉભેલ મોલ નિષ્ફળ જવાનો ભય સેવાઇ રહ્યો છે. ખેડુત વર્ગના મતે આ અઠવાડિયામાં મેઘરાજા નહિં વરસે તો મોંઘાદાટ બિયારણો, ખાતર અને ખેડુતોનીમહેનત એળે જશે તેવું નિશિચત મનાઇ રહ્યું છે.

ઓણસાલ વરસાદ નિયત સમય કરતા એક માસ મોડો વરસેલ હતો માત્ર ર થી ૪ ઇંચ જેટલા વરસાદમાં ખેડુતોએ વાવણી કરેલ હતી. ત્યાર બાદ એક માસ જેવો સમય વીતી જવાની તૈયારી છે છતાં વરસાદનું એક ટીપુંય નહિં પડતા હવે ઉભેલા પાકનું બાળમરણ થવાના સંજોગો ઉભા થતાં ખેડૂત વર્ગમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

ઉપરોકત દયનીય પરિસ્થિતિમાં કિસાન અગ્રણી અને આમરણ સહકારી મંડળીના પ્રમુખ હસમુખભાઇગાંભવા તેમજ ધુળકોટ સહકારી મંડળીના પ્રમુખ દામજીભાઇ ચાવડાએ તંત્ર સમક્ષ સંયુકત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના ખેડુતોને વર્ષ ર૦૧૬-૧૭નો પાક વિમો અનેક રજુઆતો  છતાં આજ દિવસ સુધી ચૂકવાયો નથી. લગત તાલુકા જોડિયા અને ટંકારામાં ઘણા લાંબા સમય થયા પાક વિમાની રકમ ચૂકવી દેવામાં આવી છે. માત્ર મોરબી તાલુકાના ખેડુતોને રકમ ચુકવાતીનથી. તંત્રને કયું વિધ્ન નડી રહ્યું છે તેની જાહેર સ્પષ્ટતા તંત્ર દ્વારા થવી જરૂરી છે તેવી માંગ સાથે હાલ ખેડુતોની આપતિજનક સ્થિતિમાં તાકિદે પાક વિમાની રકમ છુટી કરી ચુકવણું કરવા તંત્ર સમક્ષ રજુઆત કરી છે. (૧૧.૯)

(12:41 pm IST)