Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભાણવડનાં હાથલા શ્રી શનિદેવ મંદિરે ભાવિકો

ભાણવડ :.. હાથલામાં આવેલા શનિ મંદિરે દર શનિવારે તથા મંગળવારે ભાવિકો આસ્થાભેર દર્શને આવે છે. પરંતુ શનિવાર ઉપરાંત અમાસ પણ હોઇ અનોખા  સંયોગે ભાવિકોનો રીતસરનો સૈલાબ જ ઉમટયો હતો. આસપાસના શહેરો ઉપરાંત દુર-દુરથી મોટી સંખ્યામાં ભકતોએ વહેલી સવારથી જ શનિદેવના દર્શન માટે લાઇનો લગાવી હતી. અહી ભારે આસ્થાપૂર્વક ભાવિકો પોતાની પનોતીના નિવારણ માટે પોતાના જોડા મુકી જાય છે અને અહીંના કુંડમાં સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે. આજે શનિવાર અને અમાસ એમ બન્નેનો સુભગ સમન્વય હોઇ લોકો બમણી આસ્થા સાથે ઉમટયા હતાં. વિશાળ જનમેદની વચ્ચે પણ સ્વયંભુ સુચારૂ વ્યવસ્થાને કારણે કોઇ અગવડતા પડી ન હતી અને દરેકે દરેક ભાવિકને શનિદેવના દર્શનનો લાભ મળ્યો હતો. (તસ્વીર - અહેવાલ : ડી. કે. પરામર -ભાણવડ)

(12:39 pm IST)