Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પોરબંદર જિલ્લાકક્ષાની કાલે રાણાવાવમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી : કલેકટરના હસ્તે તિરંગો લહેરાશે

ધ્વજવંદન બાદ પરેડ નિરીક્ષણ : રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વૃક્ષારોપણ

પોરબંદર, તા.૧૪ : પોરબંદર જિલ્લાના રાણાવાવમાં કાલે ૧પમી ઓગષ્ટના રોજ ૭રમાં સ્વાતંત્રય જિલ્લાકક્ષા પર્વની આન-બાન-શાન સાથે ઉવજણી થશે. જિલ્લા કલેકટરશ્રી એમ.એ. પંડયાના હસ્તે ધ્વજવંદન સમારોહ થશે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે ૧પમી ઓગષ્ટના રોજ ૭રમાં સ્વાત્રય પર્વ જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાન સાથે થશે. જિલ્લા કલકેટરશ્રી એમ.એ. પંડયાના હસ્તે સવારે ૯ કલાકે રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન થશે. બાદ તેઓશ્રી આ તકે પરેડનું નિરીક્ષણ કર્યા બાદ સન્માનપત્ર અને પુરસ્કારનું વિતરણ કરશે.

આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભાવનાને વધારે બળવતર કરી રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ વગેરે રજૂ કરશે અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

જિલ્લાકક્ષાના સ્વાંત્રય પર્વ ઉજવણીમાં સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે જિલ્લાના નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે એમ.એચ. જોશી, નિવાસી અધિક કલેકટરશ્રી પોરબંદરએ જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવેલ છે. (૮.૪)

 

(12:35 pm IST)