Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મોરબીની કાલીન્દ્રી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

 

માળિયા ફાટક નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો.બનાવની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને મૃતદેહને બહાર કાઢીને પી.એમ માટે ખસેડ્યો હતો.

મળતી માહિતી મુજબ માળિયા ફાટક નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમના પ્રીતેશ નગવાડીયા, કાનો, રીતેશ ચાવડા, વસંત પરમાર, દિનેશ પડાયા અને સલીમભાઈ ચોબે સહિતની ટીમે સ્થળ પર દોડીને જઈને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પી.એમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.યુવાન કોણ છે અને કેવી રીતે નદીમાં પડ્યો તે બાબતે હજુ જાણી શકાયું નથી

(12:57 am IST)
  • રાજકોટનાં રેયા રોડ પર હનુમાન મઢી વિસ્તારમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ શરૂ: સમગ્ર શહેરમાં વરસાદી માહોલ : અનેક વિસ્તારોમાં મેઘરાજાના મંડાણના વાવડ access_time 11:33 pm IST

  • રાજકોટ શહેરમાં 50 કરતા વધુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થયા access_time 7:51 pm IST

  • ગુજકેટની પરિક્ષા માટે બાકી રહેલા ઉમેદવારો ફરી ફોર્મ ભરવા માટે તક:લેટ ફી સાથે બોર્ડની વેબસાઈટ પર 18 થી 31 જુલાઈ સુધી ઓનલાઇન ભરી શકશે:કોરોના વાયરસને લઈ બોર્ડનો મહત્વનો નિર્ણય:કોવિડના કારણે સ્થળાંતર થયેલા વિદ્યાર્થી જિલ્લા ફેર કરી શકશે:ઓનલાઇન ફોર્મ ભરીને જિલ્લા ફેર કરી શકશે:18 થી 31 જુલાઈ દરમિયાન વિધાર્થીઓ ભરી શકશે ફોર્મ access_time 12:13 am IST