સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th July 2020

મોરબીની કાલીન્દ્રી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

 

માળિયા ફાટક નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો.બનાવની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને મૃતદેહને બહાર કાઢીને પી.એમ માટે ખસેડ્યો હતો.

મળતી માહિતી મુજબ માળિયા ફાટક નજીકથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ મોરબી ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમના પ્રીતેશ નગવાડીયા, કાનો, રીતેશ ચાવડા, વસંત પરમાર, દિનેશ પડાયા અને સલીમભાઈ ચોબે સહિતની ટીમે સ્થળ પર દોડીને જઈને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પી.એમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.યુવાન કોણ છે અને કેવી રીતે નદીમાં પડ્યો તે બાબતે હજુ જાણી શકાયું નથી

(12:57 am IST)