Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગુજરાત કોંગ્રેસ ઉંધામાથે : હવે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા ભાજપમાં જોડાશે : મુખ્યમંત્રી રૂપાણી સાથે કરી મુલાકાત : ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેરશે

આવતીકાલે સમર્થકો સાથે પહેરશે કેસરિયો ખેસ

જૂનાગઢ કોંગ્રેસની વધુ એક વિકેટ ખેડવાની તૈયારીમાં છે. આગામી 21મીએ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 11 ઉમેદવારો ભાજપમાં જોડાયા છે ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ -એન્જી. એસો. ના પ્રમુખ - ભોજરામ સેવા ટ્રસ્ટના હોદેદાર - સંસદની ચૂંટણી લડનારા - લેઉવા પટેલ સમાજના અગ્રણી અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રભારી રહી ચૂકેલા વિનુભાઈ અમીપરા ભાજપનો ખેસ પહેરશે. તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ સાથે પણ મુલાકાત કરી હતી.

  જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં પોતાના 20 જેટલા સમર્થકો સાથે ભાજપનો ભગવો ધારણ કરશે તેમ સુત્રો મારફત જાણવા મળે છે.

(9:56 pm IST)