Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સરધારમાં મોડી રાત્રે કરિયાણાની દૂકાનમાં ચોરીઃ ૮ કિલો બદામ અને પાંચ હજારની રોકડની ચોરી

દૂકાન પાસે આવી મોઢે રૂમાલ બાંધી તસ્કર અંદર ઘુસ્યો અને હાથફેરો કરી ગયો

રાજકોટઃ આજીડેમ પોલીસ મથક તાબેના સરધારમાં વહેલી સવારે કરિયાણીની  દૂકાનમાં ત્રાટકેલો બુકાનીધારી તસ્કર રોકડ તથા સુકામેવાની આઠ કિલો બદામ ચોરી ગયાનો બનાવ બન્યો છે. કડવા પટેલ વેપારી કિરાભાઇ ધોરીની લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર નામની દૂકાનમાં મોડી રાત્રે ૩:૨૪ કલાકે એક બુકાનીધારી શખ્સ ઘુસી જઇ દૂકાનમાંથી રોકડા રૂ. પાંચ હજાર તથા આઠ કિલો બદામ ચોરી ગયો હતો. દૂકાનદાર દ્વારા આ મામલે સરધાર પોલીસને જાણ કરવામાં આવી છે. સોશિયલ મિડીયામાં સીસીટીવીના ફૂટેજ વહેતા થયા હતાં. તસ્વીરમાં બુકાનીધારી તસ્કર સીસીટીવીમાં કેદ થયો હતો તે જોઇ શકાય છે.

(3:24 pm IST)