Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ધ્રોલ-જોડીયા તાલુકામાં વરસાદ ખેંચાતા ધંધા-રોજગાર બંધ રાખીને મુસ્લિમ સમાજ દ્વારા દુઆ

ધ્રોલ, તા. ૧૬ : ધ્રોલ-જોડીયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરેલ છે. તેમજ ધંધા-રોજગારમાં મંદીનો માહોલ સર્જાયેલ છે. ત્યારે ધ્રોલના મુસ્લિમ સમાજ તરફથી આજરોજ તમામ નાના-મોટા વેપારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખીને મેમણ ચોક ખાતેથી શરૂ થયેલ. સરઘસમાં જોડાયેલ.

મુસ્લિમ સમાજ તરફથી વરસાદ ખેંચાતા વરસાદ માટે ખુદાતાલાને ઇલાદત કરવાનો કાર્યક્રમ રાખેલ, જેમાં મેમણ ચોકથી વિશાળ સંખ્યામાં તમામ મુસ્લિમ સમાજના ભાઇઓએ હાજરી આપી હતી. આ સરઘસ ગાંધી ચોક-એસ.ટી. રોડ થઇને અત્રેની સુપ્રસિદ્ધ ઇદગાહ મસ્જીદ ખાતે એકત્ર  થયેલ.  ધ્રોલના મુસ્લિમ સમાજ તરફથી અલ્લાહ સમક્ષ વરસાદની દુઆ કરવા માટે ઇદગાહ મસ્જીદ ખાતે બે રકાત નવાફીલ પઢીને નમાજ અદા કરેલ છે.

(1:27 pm IST)