Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ખંભાળીયાના આરાધનાધામ પાસે ર ટોરસ ટ્રક વચ્ચે ટક્કરઃ ૧નું મોત

ખંભાળીયા તા ૧૬  :  ખંભાળીયા પાસે ર ટોરસ ટ્રક વચ્ચે રાત્રીય અકસ્માત સર્જાતા એક વ્યકિતનું મોત નીપજયું હતું.

પ્રાપ્ત માહીતી મુજબ ખંભાળીયા જામનગર હાઇવે ઉપર આવેલ આરાધના ધામ નજીક કાલે રાત્રીના ર ટોરસ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિતનું મોત થતા ખંભાળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

ખંભાળીયા જામનગર રોડ પર ગઇ કાલે રાત્રે દેવભૂમિ જીલ્લાના મીઠાપુરના માનપુરના રહેવાસી દેસુર કુંતા વીકમા ઉ.વ.૪૦ વાળો તેના ટ્રક નં. જીજે-૧૦-એકસ ૯૩૦૦ માં ડીસા ગામેથી બટેટા ભરીને મીઠાપુર પરત જતો હતો ત્યારે ખંભાળીયા નજીક આરાધનાધામથી આગળ સિંહણ નદીના પુલ પાસે ટ્રક આવતા ટ્રકનું ટાયર ફાટતા બેલેંસ ગુમાવી તે ચાલકે ટ્રક સામેથી મીઠાપુરથી સોડાએસ ભરીને આવતા ટોરસ રાજસ્થાનના પાસીંગ વાળા સાથે ધડાકા ભેર અથડાતા પુલ પર બન્ને ટ્રકો ચોટી ગયા હતા, તથા મીઠાપુરના ટ્રક ચાલક દેસુર કુતાનો મૃતદેહ ટ્રકનાસ્પેરપાર્ટમાં ચોંટી ગયો હતો અને ઘટના સ્થળે જ મોત નિપજયું હતું

ટ્રાફીક જામ થઇ ગયો કતારો લાગી!!

ખંભાળીયા જામનગર સીંગલ રોડ પર આ બન્ને ટ્રકો પુલ પર અથડાતા રસ્તો બંધ થઇ જતાં બન્ને તરફ લાઇનો થઇ ગઇ હતી. બાદમાં પો.ઇ. અરવિંદસિંહ જાડેજાને બનાવની જાણ થતાં તેમણે તાકીદે પોલીસ કાફલો મોકલીને ટ્રાફીક કલીયર કરાવ્યો હતો.

મૃતદેહને માંડ બહાર કાઢયો

ટ્રક ચાલકનો મૃતદેહ દેસુર કંુતાનો ટ્રક અથડાતા એટલોે બે ટ્રક વચ્ચે ફસાઇ ગયો હતો કે તેના શરીરમાંથી લોહી બહુ નીકળી જતા મોત પામ્યો હતો, પરંતુ તેના મૃતદેહને ફસાઇ ગયેલી સ્થિતીમાંથી લાંબા સમયે લોકોની જહેમત પછી કાઢવામાં સફળતા મળી હતી. ટ્રક અકસ્માતના સમાચાર જાણીને રાત્રે લોકોના ટોળા ઉમટયા હતા તથા કેટલાયે સેવાભાવીઓએ મદદ કરી હતી.

ચાર ઇજાગ્રસ્ત એક ગંભીર

અકસ્માતમાં મૃતક દેસુર કુંતા વીકમાની સાથ રહેલ કલીનર પરબતભાઇ તથા સંજયભાઇ રહે. મકનપુર, તા. દ્વારકા વાળાને સામાન્ય ઇજા થઇ હતી, જયારે રાજસ્થાનના દેલવાડાના રહેવાસી રાજેશકુમાર મીના ઉ.વ.૩૦ વાળો જે સોડાએસ ભરીને ગુજરાત તરફ જતો હતો તેને માથામાં ગંભીર ઇજા થતા ખંભાળીયાથી વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે, તથા તેના કલીનરને પણ ઇજા થઇ હતી. બનાવ અંગે પો.સ.ઇ. એ.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. જોકે આ જગ્યા પર ભુતકાળમાં પણ અનેક પ્રાણઘાતક અકસ્માતો થયા હોય ઢાળ પાસે સ્પીડબ્રેકર રાખવાની માંગ કરવામાં આવી છે.

(1:25 pm IST)