Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગોંડલના પત્રકાર વિશે માનહાની ભરી પોસ્ટ વાયરલ કરવા અંગે એસ.પી.ને ફરીયાદ

ગોંડલ પત્રકાર સંઘ દ્વારા રજૂઆત બાદ તપાસ સાઇબર ક્રાઇમને સોંપાઇ

ગોંડલ, તા.૧૬:ગોંડલ શહેર તાલુકામાં છેલ્લા ત્રણ દાયકાથી પત્રકારીત્વ કરતા સિનિયર પત્રકાર વિશે બની બેઠેલા પત્રકાર અને પોલીસ સમન્વયના પત્રકારે માનહાનીભરી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી જેના શહેરભરમાં દ્યેરા પ્રત્યાદ્યાતો પડ્યા હતા દરમિયાન બનાવ અંગે જિલ્લા પોલીસ વડાને સિલસિલાબંધ રજૂઆત સાથે ફરિયાદ કરાતા એસપી દ્વારા સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ત્રણ દિવસ પહેલા ગોંડલના સિનિયર પત્રકાર જીતેન્દ્રભાઈ આચાર્ય વિરુદ્ઘ પોલીસ સમન્વયના પત્રકાર રવિ રામાણી તથા પોતાની જાતને પત્રકાર તરીકે ઓળખાવતા આશિષ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયામાં માનહાનિ થાય તથા પ્રતિષ્ઠા ને ઠેસ પહોંચે તેવા પ્રકારની ટિપ્પણી સાથે પોસ્ટ મૂકી વાયરલ કરાતા શહેરમાં ચકચાર જાગી હતી, દરમિયાન કહેવાતા પત્રકારોની લુખ્ખાગીરી સામે સિનિયર પત્રકાર જીતેન્દ્રભાઈ આચાર્ય તથા પત્રકાર સંદ્ય દ્વારા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને લેખિતમાં ફરિયાદ કરી ગોંડલ શહેરમાં આવા તત્વો દ્વારા વાતાવરણ ડહોળી પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી કુચેષ્ઠાઓ અંગે ગંભીરતાપૂર્વક રજૂઆત કરી સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરતા જિલ્લા પોલીસ વડાએ દ્યટનાને ગંભીરતાથી લઇ આ બંને શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. પત્રકારત્વના ઓઠા હેઠળ સમાજમાં ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે જિલ્લા પોલીસ વડાએ નારાજગી વ્યકત કરી કાયદાનું ભાન કરાવવા ખાતરી આપી હતી. વધુમાં સોશિયલ મીડિયામાં વાયરલ કરાયેલ પોસ્ટ અંગે જીતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા માનહાનિના દાવા સાથે અદાલતી કાર્યવાહી હાથ ધરાઈ છે.

જિલ્લા પોલીસ વાળા બલરામ મીણા ને રજૂઆત વેળા ગોંડલના પત્રકારો હિમાંશુ પુરોહિત, ચંદ્રશેખર જયસ્વાલ, ગૌરાંગભાઈ મહેતા, દેવાંગભાઈ ભોજાણી, વિશ્વાસભાઈ ભોજાણી, જીતુભાઈ પંડ્યા તેમજ નરેન્દ્રભાઈ પટેલ સહિતના પત્રકારો જોડાયા હતા.

(11:53 am IST)