Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ધોરાજી લાયન્સ કલબના પ્રમુખ દલસુખ વાગડીયાને બેસ્ટ પ્રેસીડેન્ટનો એવોર્ડ : સન્માનીત કરાયા અને તેની સેવાઓને બીરદાવી

ધોરાજી તા. ૧૬ : ધોરાજી લાયન્સ કલબના પ્રમુખને સૌરાષ્ટ્ર-કચ્છની ડિસ્ટ્રીકટ ૩ર-૩ર-જે કુલ ૪ર થી વધુ લાયન્સ કલબો સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ છે. અને તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ લાયન્સ કલબના હોદે્દારોની હાજરીમાં ધોરાજીના લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઇ વાગડીયાને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ્ હસ્તે બેસ્ટ પ્રેસીન્ડનો એવોર્ડ અપાયો હતો. આ તકે લાયન્સ કલબના ડિસ્ટ્રીક ગર્વનર ચંદ્રકાન્તભાઇ દફતરીએ જણાવેલ કે લાયન્સ કલબના અપાએલા સેવાકીય પ્રવૃતિઓ જેમ કે બહેરા મુંગા બાળકોને વિના મુલ્યે સર્જરી વિધવા અને અશ્કતોને અનાજ રાસનકીટ પર્યાવરણ અને વૃક્ષારોપણ જીવદયા માટે પશુ પંખીને ચણ અને પાણીના કુંડા ગરીબ અને અનાથ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો નોટબુકોનું વિતરણ ગાંધીજયંતી નીમીતે ઓનેસ્ટી શોપ, મેડીકલ કેમ્પો સહીતની સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છમાં બેસ્ટ કામગીરી કરવા બદલ ધોરાજીના લાયન્સ કલબના પ્રમુખને સન્માનીત કરતા સૌએ વધાવેલ અને ધોરાજી લાયન્સ પરીવારનું નામ રોશન કરવા બદલ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા એવોર્ડ અર્પણ કરેલ હતો. આ તકે ક્રિકેટર ચેતેસ્વર પુજારા, ધીરેન વૈષ્ણવ પ્રફુલ હીરપરા, પિન્ટુ ભાયાણી, અંકિત રાખોલીયા, ડી.કે.અંટાળા ભાવેશ માવાણી, હરસુખ ઠુંમર, વિ.વી. વઘાસીયા સહિતના લાયન્સ પરીવારે દલસુખ વાગડીયાને શુભેચ્છાઓ આપેલ હતી અને સમગ્ર-કચ્છ સહીત ધોરાજીનું ગૌરવ વધારેલ હતું.

(11:43 am IST)