Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પોરબંદરથી ૮ કી.મી. દુર કોર્ટના સ્થળાંતર પાછળ દ્વિઅર્થી અભિપ્રાય?: મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત

પોરબંદર તા. ૧૬ :.. શહેર મધ્યે આવેલ જૂની હજુર કોર્ટ ખસેડવાની કોઇ જરૂરત ન હોવા છતાં સને ર૦૦૮ માં કેવી રીતે નિર્ણય લેવામાં આવેલ છે ? તે સંદર્ભે પોરબંદર કલેકટર કચેરીમાં યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી.

 કોમ્પ્યુટરના વ્યવસાય સાથે સંકળાયેલ યુવા સામાજીક કાર્યકર  સલીમભાઇ યુસુફભાઇ સૂર્યાએ મુખ્યમંત્રીશ્રી સ્વાગત કાર્યક્રમમાં જૂની કોર્ટ બિલ્ડીંગમં મ્યુઝીયમ બનાવવા તથા જગ્યા ખાલી કરવા  બાબત રજૂઆત કરેલ અને જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મુખ્યમંત્રીશ્રી સ્વાગત કાર્યક્રમમાં જે વિગત પુરી પાડવામાં આવેલ છે. તેમાં પરોક્ષ અપરોક્ષ રાજકિય ઇશારે શહેર વચ્ચે આવેલ હજુર કોર્ટ ખસેડવાની હોઇ જરૂરત ન હતી. પરંતુ ગાંધીનગર આવેલ દ્વિઆર્થી અભિપ્રાય આપી જે પ્રક્રિયા દર્શાવેલ છે. તે જ પરોક્ષ અગર અપરોક્ષ ઇશારે શહેરથી સાત કિલો મીટર દુર હજુર કોર્ટ વર્તમાન જીલ્લા ન્યાયાલય અને અન્ય કચેરીઓનું   પરાણે સ્થળતાંર કરવામાં આવેલ છે.

જૂની કોર્ટ બિલ્ડીંગ તરીકે ઓળખાય છે. તે પોરબંદર ખાતે સુદામા મંદિરની સામે પોરબંદર શહેરથી મધ્યમાં આવેલ છે. આ બિલ્ડીંગ સ્ટેટના સમય વર્ષ ૧૮૮૯ માં બનાવવામાં આવેલ છે. (અંદાજે ૧૩૦ વર્ષ થયા) રાજાશાહી  વખતનાં ઐતિહાસિક મકાનમાં કોર્ટની કચેરીઓ તથા પ્રાંત તથા મામલતદાર કચેરીઓ બેસતી હતી. આ કચેરીઓના જુના-નવા મકાન તૈયાર થતાં આ બિલ્ડીંગ ખાલી કરાયેલ છે.

બિલ્ડીંગને મ્યુઝીયમમાં ફેરવવા માટે લો-કોલેજ ગાંધીનગરની પ્રપોઝલ કલેકટરશ્રી પોરબંદરને હતી. જે આધારે ડીટેઇલ માસ્ટર પ્લાન બનાવવા માટે કલેકટરશ્રીના હુકમો કરેલ છે.

આ બિલ્ડીંગની મજબૂતાઇ ચકાસણી માટે કલેકટરશ્રી પોરબંદર સુચના અનુસાર અધિક્ષક - ઇજનેરશ્રી, આલેખન-વર્તુળ ગાંધીનગરના અધિકારીશ્રીઓએ આ બિલ્ડીંગની સ્થળ મુલાકાત તા. પ-૯-ર૦૧૧ ના લીધેલ હતી અને તેમના રીપોર્ટમાં આ બિલ્ડીંગ જુનુ હોય અને અંદાજે ૩ એમ. એમ.  પહોળી તિરાડો પ્રથમ માળમાં છે. તથા વરસાદી પાણીનું લીકેજ ઘણી જગ્યાએ થાય છે. અને લાકડાના ફલોર અને ફફ તેમજ દીવાલો ડેમેજ થયેલ છે. ઘણી જગ્યાએ સ્ટોન મશીનરીના જોઇન્ટ ખુલેલા છે.

જો નવા બાંધકામના ખર્ચ કરતા રીપેર - રફોફીટીમનો ખર્ચ પ૦ ટકા કરતાં વધુ થાય તો આઇ. એસ. કોડ ૧૩૯૩પ સી. એલ. ના ૪.પ ફરી બાંધકામ કરવા સુચવેલ છે. અભિપ્રાય પછી જુની કોર્ટનાં ગાંધી મ્યુઝિયમ બનાવવા  ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાવાની કાર્યવાહી ગતિમાં છે. હજુ આ જૂની કોર્ટ બિલ્ડીંગનો કબજો રાજય માર્ગ મકાન પેટા વિભાગ પાસે છે. મુળ માલીકતો પોરબંદરના રાજવી ગણાય છે.

(11:43 am IST)