Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ઉના નવાબંદરમાં યુવાનની હત્યાના આરોપીઓને કડક સજા કરવા યુવા કોળી સંગઠન દ્વારા આવેદન

ઉના તા.૧૬:નવાબંદરમાં યુવાનની હત્યા અને કોડીનારમાં લવજેહાદની ઘટના મુદ્દે પ્રાંતકચેરીએ આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવા માંગણી કરી હતી.

ઉના તાલુકાના નવાબંદર ગામે મચ્છીના દંગામાં મજુરીકામ કરતા યુવાન રમેશભાઇ ભગવાનભાઇ સોલંકીની ગત તા. ૧૧માં થયેલી ઘાતકી હત્યાના આરોપીઓને કડક સજા થાય અને કોડીનારામાં  લવજેહાદની ઘટનામાં સંડોવાયેલા માથાભારે મુસ્લિમ શખ્સોને સત્વરે પકડી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉનામાં યુવા કોળી સંગઠન તથા અખિલ ભારત હિન્દુ મહાસભા તેમજ હિન્દુ સમાજ જાગરણ સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે નાયબ મામલતદાર અજીતભાઇ જોષીને આવેદનપત્ર અપાયુ હતુ.

તેમા યુવા કોળી સંગઠનના તાલુકા પ્રમુખ અલ્પેશભાઇ બાંભણીયા, ઉપપ્રમુખ વિનોદભાઇ બાંભણીયા, શહેરપ્રમુખ મોહનભાઇ મૈયા, નિલેશભાઇ ડાભી, અખિલ ભારત હિન્દુ મહાસભાના પ્રમુખ લાલજીભાઇ બારૈયા, હિન્દુ સમાજ જાગરણ સમિતિના પ્રમુખ પરેશભાઇ બાંભણીયા, વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ નિપુલભાઇ શાહ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

(11:30 am IST)