Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પોરબંદરના કોલીખડામાં મિત્રના સાથે મિત્રની ત્રિકમ વડે હત્યા

સાથે રહેલા અન્ય મિત્રની હત્યાનો પ્રયાસ : હોટલમાં જમ્યા બાદ બીલ ચુકવવામાં મિત્રો વચ્ચે ડખ્ખો : રબારી સમાજમાં શોક છવાયેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૬: તાલુકાના કોલીખડામાં હોટલમાં જમવા ગયેલ મિત્રો વચ્ચે જમ્યા બાદ બીલ ચુકવવામાં ડખ્ખો થતા આરોપી કરશન ભીમા કોડીયાતરે ત્રિકમ વડે દાસાભાઇ પરબતભાઇ મારૂ (રબારી) ની હત્યા કરી નાખી હતી આ સમયે સાથે રહેલ અન્ય મિત્ર ફરીયાદી રાણાભાઇ પરબતભાઇ રબારી ઉપર ત્રિકમ મારીને ગંભીર ઇજા પહોંચાડીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દાસાભાઇની હત્યા થતા મારૂ રબારી સમાજમાં શોક વ્યાપી ગયો હતો. 

પોરબંદરના કોલીખડામાં ત્રણ મિત્રો હોટલમાં જમવા ગયા હતા જમ્યા બાદ બીલ કોણ ચુકવે... ? તે પ્રશ્ને ડખ્ખો થયો હતો અને ઉશ્કેરાયેલા કરશન ભીમા કોડીયાતર રે. કોલીખડાવાળાએ બાજુમાં રહેલું ત્રિકમ ઉપાડીને મિત્ર દાસાભાઇ પરબતભાઇ મારૂ ઉપર હુમલો કરીને તેની હત્યાં કરી નાખી હતી.  મિત્રો વચ્ચે ડખ્ખામાં સાથે રહેલા અન્ય મિત્ર ફરીયાદી રાણાભાઇ પરબતભાઇ રબારીને પણ આરોપી કરશન ભીમા કોડીયાતરે ત્રિકમ મારી ગંભીર ઇજા કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  ગઇકાલે રાત્રીના હોટલમાં મરનાર દાસાભાઇ પરબતભાઇ મારૂ તેના મિત્ર મુળુભાઇ પુંજાભાઇ તથા મિત્ર આરોપી કરશન ભીમા કોડીયાતર સાથે જમવા ગયા હતા.  આ હત્યાના બનાવની વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ યુ.બી. પટેલ ચલાવી રહ્યા છે.

(1:14 pm IST)