Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

લોકડાઉન દરમિયાન ચીચોડા બંધ રહેતા

બગસરાના જેઠીયાવદર ગામે ખેડૂતને શેરડીના ભાવ ન મળતા શેરડી ફેકવી પડી

બગસરા તા.૧૬: બગસરા તાલુકાના જેઠીયાવદર ગામે ખેડૂતને શેરડીના ભાવ ન મળતા ખેતર સાફ કરવું પડયું હતું.

લોકડાઉનથી આજદિન સુધી ખેડૂતોએ શેરડીના વાવેતરમાં મન મુકીને મહેનત કરતાં ખેતરમાં જે ખર્ચ કર્યો હતો એટલું પણ વળતર ન મળતા જેઠીયાવદર ગામે કાળુભાઇ નાથાભાઇ ડાબસરાએ બે વીઘા જેટલી શેરડીને ખેતરમાંથી સાફ કરીને ફેંકી દીધી હતી.

લોકડાઉન થતા શેરડીના ચિસોડા બંધ થતાં ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો છે જયારે ગોળ બનાવવા માટે શેરડી લઇ જતા લોકોને પણ લોકડાઉનનું ગ્રહણ લાગ્યું છે.

આમ ખેડૂતને બંને તરફથી નુકસાનીનો  માર સહન કરવો પડયો છે. આ બાબતે સરકારશ્રી દ્વારા ખેડૂતોને સહાય કરવા યોગ્ય માંગ ઉઠી છે. (૧૧.૩)

(11:30 am IST)