Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

મોરબીના જેતપર ગામે ઇલેક્ટ્રિક શોટ લાગતા માતાનું મોત: બાળકને સારવારમાં ખસેડાયો

તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

 

મોરબીના જેતપર ખરાવાડમાં રહેતા નાનકીબેન જશુભાઈ ટોકરીયા આદિવાસી (..૨૫) નામની મહિલા રહેણાંક દરવાજો બંધ કરવા જતા ત્યાંથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરને અકસ્માતે અડી જતા શોટ લાગતા મોત થયું છે જયારે તેનો પુત્ર અવિન (..) પણ અડી જતા શોટ લાગતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે મૃતક મહિલાનો લગ્નગાળો વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:11 am IST)