Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

માંડવી દરિયાકાંઠે ત્રણ ફૂટનો મૃત કાચબો તણાઈ આવ્યો : ભારે પવન ઉછળતા મોજા

ફોરેસ્ટ વિભાગે કાચબાનો કબ્જો લઇને પીએમ માટે મોકલ્યો

કચ્છનાં માંડવી દરિયામાં કરંટ જોવા મળ્યો હતો દરિયામાંથી મૃત કાચબો તણાઈ આવ્યો હતો. 3 ફૂટનો મોટો કાચબો માંડવી દરિયા કિનારે તણાઇ આવ્યો હતો.ફોરેસ્ટ વિભાગ કાચબાનો કબજો લઈને પીએમ માટે મોકલી આપ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં ઉંચા મોજા પણ ઉછળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પરથી વાયુ વાવાઝોડાની ઘાત ટળી છે. પરંતુ ફરી દરિયામાંથી વાવાઝોડું પરત આવીને કચ્છ પર ત્રાટકે તેવી શક્યતા સેવાઇ રહી છે. તે સ્થિતીને ધ્યાને રાખીને કચ્છનું વહિવટી તંત્ર પણ સાબદું બન્યું છે. જો કે માંડવીનાં દરિયામાં કરંટ જોવા મળતા સ્થિતી પર ચાંપતી નજર રાખવી જરૂરી છે.

(6:57 pm IST)