Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

નાનીયાણી ગામે જુગારનો દરોડો પાડવા ગયેલી પોલીસ ઉપર ૧૦ શખસોનો હુમલો

ચોટીલાઃ ચોટીલાના નાનીયાણી ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલા જમાદાર દેવાભાઇ રબારી, રાજેશ ઝાપડીયા, અને દિપક વાઘેલા નામના ત્રણેય  પોલીસ કર્મચારીઓ ગામમાં રણછોડ લઘુભાઇ કટોસણીયાની પાનની દુકાનથી દુર જાહેરમાં જુગાર રમતા હોય ત્યાં પહોંચ્યા હતા અને રણછોડ, લઘુ, ભુપત, રઘુ સહીતના શખસોએ જમાદાર દેવાભાઇ સહીતનાને અટકાવ્યા હતા. અને ખોટા કેસ કરવા આવ્યા છો તેમ કહી ૧૦ં શખસોએ ત્રણેય પોલીસ કર્મચારીઓ પર પાઇપ,લાકડીથી હુમલો કરી નાસી છૂટયા હતા. અને ઘવાયેલા ત્રણેય પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને ઘવાયેલા પોલીસ કર્મચારીની ફરીયાદના આધારે હુમલાખોરો સામે ફરજમાં રૃકાવટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૃ કરી હતી.

(1:12 pm IST)