Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વઘાસિયા ટોલનાકા નજીક અજાણ્યા વાહન હડફેટે ઘવાયેલ યુવાનનું મૃત્યુ.

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે રહેતા યુવાનનું સારવાર દરમિયાન મોત

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે રહેતા યુવાનને વઘાસિયા ટોલનાકા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા વાંકાનેર, રાજકોટ બાદ અમદાવાદ સિવિલમાં ચાલુ સારવારે મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે રહેતા રમેશભાઈ માલાભાઈ સાગઠિયા ઉ.40 નામનો યુવાન પગપાળા જતો હતો ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા એક માસ પૂર્વેની આ ઘટનામાં મૃતકના પિતા માલાભાઇ પેથાભાઇ સાગઠીયાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે

(11:40 pm IST)