Gujarati News

Gujarati News

માણસા તાલુકાના ખરણા ગામે સ્ટુડન્ટ વિઝાની લાલચમાં યુવાનને 2.70 લાખ ગુમાવવાની નોબત આવી: માણસા : માણસાના ખરણા ગામના યુવાનને ઓનલાઇન માધ્યમથી દિલ્હીની એજન્ટ યુવતીના સંપર્કમાં આવ્યા પછી યુક્રેન સ્ટુડન્ટ વિઝા ઉપર જવું ભારે પડી ગયું દિલ્હીની એજન્ટ યુવતીએ માણસાના યુવાન પાસેથી ૨.૭૦ લાખ રોકડા તેમજ ૫૦૦ યુએસ ડોલર પણ લીધા હોવા છતા કોલેજમાં ફી નહીં ભરીને હાથ અધ્ધર કરી લેતા આખરે જેમતેમ કરીને યુવાન પરત આવ્યા પછી ફેસબુકના માધ્યમથી પોતાની ભડાસ ઠાલવતા એજન્ટ યુવતીએ તેના વિરુદ્ધ ફરિયાદ કરતા દિલ્હી પોલીસ પણ માણસા આવી ગઈ હતી. આખરે યુવાને પોતાની સાથે છેતરપિંડી કરનાર મહિલા એજન્ટ તેમજ એક બીજા સામે ગુનો દાખલ કરાવ્યો છે. access_time 5:29 pm IST