Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અમરેલી પંથકમાં ૮૦ મણ લસણ ચોરી જનાર રાજકોટના ત્રણ શખ્સો ઝબ્બે

અમરેલી તા. ૧૬ : તાલુકાના રાઢીયાથી લુણીધાર તરફ જવાના રસ્તે પોપટભાઇ વિરજીભાઇ ઉધાડ ઉ.૬પ, રહે. રાઢીયા, વાળાની બુટવાળુ નામની વાડી આવેલ છે. આ કોઇ અજાણ્યા ઇસમોએ આ વાડીમાં પ્રવેશ કરી વાડીના કાનમાં રાખવામાં આવેલ આશરે ૮૦ મણ લસણ કિ.રૃા.૪૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલ હોય. જે અંગે પોપટભાઇએ ફરીયાદ આપતા અમરેલી તાલુકા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪રર૦૪૧૭/ર૦રર આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪પ૭, મુજબનો ગુન્હો રજી.થયેલ હતો.

ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમારનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ ડીકેકટ કરવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે. કરમટા, પો.સ.ઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમને મળેલ હકિત આધારે અમરેલી, સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી (૧) સુનીલ વિરજીભાઇ સોલંકી ઉ.૩૭ રહે. રાજકોટ, આજીડેમ ચોકડી જીઆઇડીસી આનંદનગર, મુળ રહે.નાની ફાફણી તા. કોડીનાર, (ર) અજય નાથાભાઇ સોલંકી ઉ.૧૯ રહે. રાજકોટ, આજીડેમ ચોકડી જીઆઇડીસી આનંદનગર તા.જિ. રાજકોટ (૩) પ્રવિણ ચંદુલાલ સોલંકી ઉ.૧૯ રહે. રાજકોટ આજીડેમ ચોકડી જીઆઇડીસી આનંદનગર, તા.જિ. રાજકોટ મુળ રહે વાંકીયાને લણસ ર૦ મણ કિ.રૃા.૧૦,૦૦૦ તથા ખાલી બારદાન (ગુણી નંગ-રપ કિ. તથા મો.ફોન નં.૧ કિ. રૃા.પ૦૦ તથા પીકઅપ વાહન (રજી.નંબર આવેલ નથી) કિ. રૃ. ૭૦૦,૦૦૦ મળી કુલ કિ. રૃા.૭,૧૦,પ૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

(1:41 pm IST)