Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પરાપીપળીયા પાસે ખંઢેરીની કિંમતી જમીનના વિવાદમાં વિક્રમ સોનારાની હત્યાનો પ્રયાસ ઃ કારમાં તોડફોડ

જમીન પચાવી પાડવાના ઇરાદે મામાના દીકરા મેરામ જળુ સહિત આઠ શખ્સ પૂર્વયોજીત કાવતુ રચી ત્રણ ફોરવ્હીલરમાં આવી ધોકા પાઇપથી તુટી પડ્યાઃમામાના દીકરા મેરામ જળુ, ઘનશ્યામ જળુ, પ્રકાશ જળુ સામે હત્યાનો પ્રયાસ અને રાયોટની કલમ હેઠળ ગુનો

રાજકોટ,તા. ૧૬:જામનગર રોડ પર પરાપીપળીયા ગામ પાસે ખંઢેરીની જમીનના વિવાદમાં એસ.આર.પી. કેમ્પ સામે વર્ધમાનનગર સોસાયટીમાં રહેતા યુવાનની કાર સાથે તેના જ મામાના દીકરા સહિતના શખ્સોએ બોલેરો કાર ભટકાડી ધોકા તથા પાઇડ વડે જીવલેણ હુમલો કરી કારમાં તોડફોડ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર એસ.આર.પી. કેમ્પમાં ગેઇટની સામે વર્ધમાનનગર સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ કાનાભાઇ સોનારા (ઉવ.૩૬)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં  તેના જ મામાના દીકરા મેરામ મેણાંદભાઇ જળુ, ઘનશ્યામ લાખાભાઇ જળુ, પ્રકાશ લાખાભાઇ જળુ (રહે. કોઠારિયા રોડ આશાપુરા હોલવાળી શેરી નં. ૧૭) તથા અજાણ્યા સહિત આઠ સામે ફરિયાદ નોંધાવી છે. વિક્રમભાઇ સોનારાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઇ કાલે વાડીએથી પોતાની મારૃતી સેલરીયો કાર જેના રજી નં. જીજે-૦૩-એમઇ-૯૮૫૯ લઇ પોતાના ઘરે તરફ જતો હતો. ત્યારે રસ્તામાં જમીન બાજુથી આવી ગૌશાળા પાસે પહોંચતા એક અજાણ્યા બોલેરો ગાડીએ પોતાની ચાલુ ગાડીને જમણી બાજુથી આવી મને મારી નાખવાના ઇરાદે ભટકાડેલ હોય અને મે પોતાની ગાડીને કંટ્રોલ માંડ માંડ કરી સાઇડમાં ઉભી રાખેલ અને આ બોલેરોમાંથી પોતાના મામાના દિકરા મેરામ મેણાંદભાઇ જળુ, ઘનશ્યામ લાખાભાઇ જળુ, પ્રકાશ લાખાભાઇ જળુ, (રહે. કોઠારીયા રોડ આશાપુર હોલવાળી શેરી નં. ૧૭) તેમાંથી ઉતર્યા હતા. તથા તે સિવાયની બીજી ત્રણ ફોરવ્હીલ ગાડફઓ પણ આવી ગયેલ. જેમાંથી અજાણ્યા પાંચ માણસો ઉતરેલ એમ કુલ આઠેક માણસો એક સાથે આવેલ અને તે તમામના હાથમાં ધોકા તથા પાઇપ હતા અને આ આઠેય શખ્સો પોતાની ગાડી પાસે આવેલ અને આ મેરામ સાથે ખંઢેરીગામની જમીન બાબતે છેલ્લા પાચેક મહીનાથી ઝગડો ચાલતો હોય, જે બાબતેની અદાવત રાખી મારી પાસેથી ખંઢેરીગામ સર્વે નં. ૧૧૦ની જમીન પડાવી લેવાની ઇરાદા પોતાની ગાડી સાથે પોતાને મારી નાખવાના ઇરાદાથી ભટકાડી બોલાચાલી કરી મેરામે તેના હાથમાં પાવડાનો ધોકો હતો. જેના વડે કારના આગળ તથા પાછળ તેમજ સાઇડના કાચ તોડી નાખ્યા હતા.ત્યારબાદ પોતાને ધોકા વડે માર મારવા લાગેલ જેથી પોતે બંને પગ વચ્ચે રાખી બચવા કોશીશ કરતા મારા બંને પગના તળીયામાં ચાર પાંચ ધોકા મારી દીધા હતા અતે તેની સાથે આવેલ ઘનશ્યામ જળુના હાથમાં લોખંડનો પાઇપ અને પ્રકાશના હાથમાં લાકડી હતી અને બીજા પાંચેક અજાણ્યા શખ્સોના હાથમચાં પણ ધોકા-પાઇપ હતા.  તે તમામે પણ પોતાની ગાડીને ઉપરના ભાગે તેમજ બંને સાઇડના દરવાજા ઉપર ધોકા તથા પાઇપ વડે ધોબા પાડી દીધેલ જથેી પોતાની ગાડીનો દરવાજો ન ખુલતા પોતે ગાડીની અંદર જ રહી ગયેલ જેથી ગાડી ઉપર ધોકા મારવા લાગ્યા અને ગાડીનો આગળનો કાચ તુટી જતા ત્યાંથી પણ પોતાને મારવા લાગ્યા જેથી પોતે ચાલી શકવાની પરિસ્થિતીમાં ન હોય જેથી બુમાબુમ પાડતા આજુબાજુમાં પરાપીપળીયા ગામના લોકો ભેગા થઇ જતા તમામ શખ્સો  ગાડીઓ લઇને ત્યાંથી ભાગી ગયા હતા. જેથી પોતે નીચે ઉતરીને ગાડી જોતા મારી ગાડીના આગળ-પાછળના કાચ તેમજ સાઇડ દરવાજા પણ તોડી નાખ્યા હતા. અને મને ત્યાંથી થોડીવાર પછી નશાભાઇ વાણંદ (રહે.ખંઢીર ગામ) મને મુકવા મારા ઘરે એસ.આર.પી. ગેઇટની સામે વર્ધમાનનગર સોસાયટી જામનગર રોડ રાજકોટ ખાતે બાઇક ઉપર લઇ આવેલ ત્યાંથી ૧૦૮ મારફતે પોતાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં સારવાર લઇ પોતાને મુઢ માર વાગેલ હોવાનું તબિબે કહી દવા આપી રજા આપતા પોતે મિત્ર રાજેશભાઇ રામભાઇ ડાંગર સાથે આ બનાવની ગાંધીગ્રામ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ કરી હતીી આ બનાવ અંગે પીએસઆઇએ હત્યાની કોશીષ, રાયોટ સહિતની કલમ હેઠળ આઠ શખ્સો સામે ગુનો દાખલ કરી પી.આઇ જી.એમ. હડીયા તથા રાઇટર હિરાભાઇએ તપાસ આદરી છે.

(1:38 pm IST)