Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જુનાગઢ વોર્ડ નં.૩,૮,૧૦માં સેવાસેતું કાર્યક્રમ

જુનાગઢ : મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા શહેરકક્ષાના વોર્ડ નં.૩, ૮,૧૦ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ એકસલેન્‍ટ સ્‍કુલ બુકર, ફળીયા, ઉપરકોટ રોડ, જુનાગઢ ખાતે યોજાયો. તેમાં આસી. કમિશ્‍ન્ર જે.પી.વાજા, પ્રોજેકટ ઓફિસર વત્‍સલાબેન દવે રાજકીય અગ્રણી અશરફભાઇ થઇમ, લતીફબાપુના વરદ હસ્‍તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્‍યો. મેડીકલ ઓફિસર રવિ ડેડાણીયા અને ઓફિસ સુપ્રી. જીજ્ઞેશ પરમાર ઉપસ્‍થિત રહયા હતા.

રાજય સરકાર દ્વારા પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વ્‍વિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ ર૬ સ્‍ટોલ કાર્યરત હતા. સરકારશ્રીનાં જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ. જેમાં આધારકાર્ડની નોંધણીમાં મા અમૃતકાર્ડ નોંધણી જન્‍મ મરણ નોંધણી,સખી મંડળ, જનધન યોજના, મામલતદાર કચેરીદ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર આવકના દાખલા જાતીના દાખલા જુદી જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ સ્‍વરોજગાર  યોજના ગુજરાત એસટી નિગમ દ્વારા માસીક પાસ તથા ઓનલાઇન રીઝર્વેશન વગેરે બાબતોના સ્‍ટિોલ કાર્યરત કરવામાં આવેલ છે અને વ્‍યકિતલક્ષી રજુઆત પણ ધ્‍યાને લઇ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમિયાન શહેરીજનો દ્વારા જુદા જુદા વિભાગોની કુલ ર૩૩૩ અરજી કરવામાં આવેલ. જેમાંથી તમામ અરજીઓનો સ્‍થળ ઉપર જ હકારાત્‍મક નિકાલ કરવામાં આવેલ છે.

(1:28 pm IST)