Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રાષ્‍ટ્રીય ટેકનોલોજી દિવસ યોજાયો

જુનાગઢ,તા.૧૬ :  કળષિ યુનિવર્સીટીના કળષિ ઈજનેરી અને ટેકનોલોજી  મહાવિદ્યાલય અને નિયામકશ્રી વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવૃતીઓ દ્વારા રાષ્‍ટ્રીય કળષિ ઉચ્‍ચશિક્ષણ કાર્યક્રમ ના આઈ.ડી.પી., આઈ.સી.એ.આર. અંતર્ગત રાષ્‍ટ્રીય ટેક્રોલોજી દિવસ ૨૦૨૨ નું આયોજન  જુ.કળ.યુ. ના યુનિવર્સીટી ઓડીટોરીયમ ખાતે આયોજન કરવામાં આવેલ. આ રાષ્‍ટ્રીય ટેક્રોલોજી દિવસ ૨૦૨૨ નો મુખ્‍ય ઉદ્દેશ કળષિ માં અત્‍યાધુનિક તકનીકો નો ઉપયોગ અને ખાસ કરી ને ડ્રોન ના ઉપયોગ થી કળષિ માં ક્રાંતિ કઈ રીતે લાવી શકાય તેના પર ઊંડાણ પૂર્વકની સમજણ વિદ્યાર્થીઓં, ખેડૂતો તેમજ વિવિધ વિધ્‍યાશાખાના અધ્‍યાપકગણો ને આપવાનો હતો.

આ રાષ્‍ટ્રીય ટેકનોલોજી  દિવસ ૨૦૨૨ નું આયોજન કુલપતિ, જુનાગઢ કળષિ યુનિવર્સીટી તેમજ કાર્યક્રમ ના ચીફ પેટ્રોન પ્રો. (ડો.) નરેન્‍દ્ર કુમાર ગોન્‍ટિયા, , પેટ્રોન ડો. ડી. આર. મહેતા,જુનાગઢ કળષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ તથા ડો. વી. આર. માલમ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્‍યાણ  પ્રવૃતીઓના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

આ કાર્યક્રમ નો ઉદઘાટન સમારોહ  જુ.કળ.યુ.ના યુનિવર્સીટી ઓડીટોરીયમ ખાતે યોજાયો જેમાં મુખ્‍ય મહેમાન તરીકે  કિરણભાઈ કથીરિયા, ફાઉન્‍ડર અને એમ.ડી., ભૂમિ એગ્રો ટેક, રાજકોટ  ઉપસ્‍થિત રહેલ    તદુપરાંત જૂનાગઢ કળષિ યુનિવર્સીટીના, સહ સંશોધન નિયામક  ડો. પી. મોહનોત, કળષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. એસ. જી. સાવલીયા, બાગાયત મહાવિદ્યાલય ના આચાર્ય ડો. ડી. કે. વરુ, ઇન્‍ચાર્જ કુલસચિવશ્રી ડો. કે. સી. પટેલ વિગેરે જેવા જુકળયુંના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહેલ. 

 સદરહું કાર્યક્રમ માં  વિવિધ વિષય નિષ્‍ણાતો જેમકે ડો. એચ. પી. ગજેરા, -પ્રાધ્‍યાપક અને વડા, બાયોટેક્રોલોજી વિભાગ,  ડો. ડી. એમ. જેઠવા, અસોસીએટ રિસર્ચ સાઈનટીસ્‍ટ, કીટશાષા વિભાગ અને -ો. જી. ડી. ગોહેલ, મદદનીશ પ્રાધ્‍યાપક અને કન્‍વીનર આઈ.ડી.પી. સેલ દ્વારા વિવિધ વિષયો જેવાકે નેનોફર્ટીલાઈઝર દ્વારા પાક સંરક્ષણ અને પોષણ તેમજ ડ્રોન નો તેમાં ઉપયોગ, પ્રાકળતિક ખેતીમાં નવી તકનીકો તેમજ આર્ટીફીસીયલ ઈન્‍ટેલીજન્‍સ ની કળષિ માં ઉપયોગ પર વિગતવાર માહિતી આપેલ.

 આ કાર્યક્રમ માં  કળષિ ઈજનેરી અને ટેકનોલોજી  મહાવિદ્યાલય દ્વારા ખરીદવામાં આવેલ વિવિધ ક્રોપ સ્‍પ્રેયિંગ ડ્રોન, ક્રોપ સર્વે ડ્રોન તેમજ પ્રયોગસાળા માં વપરાતા નેનો ડ્રોન અને ડ્રોન કીટ નું નીદર્શનરાખવામાં આવેલ જેમાં બહોળા પ્રમાણ માં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને અધ્‍યાપકગણો એ લાભ લીધેલ.

 આ આ કાર્યક્રમ માં  અંદાજીત ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓં ને, ખેડૂતો ને તેમજ વિવિધ વિદ્યાશાખાના અધ્‍યાપકગણો એ ભાગ લીધેલ.

(1:26 pm IST)