Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાયલાના દેવગઢની વાડીમાં આકાશી ગોળો પડતા કુતુહલ

વઢવાણ,તા.૧૬ : રાજ્‍યના અલગ અલગ વિસ્‍તારમાં છેલ્લા ચાર દિવસથી આવકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ વરસવાનો સિલસિલો ચાલુ છે. સૌ -થમ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવામાંથી અલગ અલગ ત્રણ ગોળા મળી આવ્‍યા હતા. આ મામલાની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ નડિયાદ જિલ્લાના ભૂમેલ ગામની સીમમાં એક વાડીમાં એક ગોળો પડ્‍યો હતો. ત્‍યારબાદ આજ સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરિયાની વાડીમાંથી ભેદી પદાર્થ પડ્‍યો હતો. રાજ્‍યમાં સતત ચાર દિવસથી અવકાશમાંથી ભેદી પદાર્થ વરસવાનું ચાલુ રહેતા લોકોમાંヘર્ય સાથે કુતૂહલ સર્જાયું છે.
 આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આ ભેદી ગોળા જેવા પદાર્થને જોવા એમની વાડીએ દોડી ગયા હતા. ત્‍યારબાદ દેવગઢના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયા દ્વારા આ ઘટના અંગે સરપંચને જાણ કરી લાગતા વળગતા સંબંધિત તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.
   સુરેશભાઈ સાકરીયા ની વાડીમાં રહસ્‍યમય ગોળો મળી આવતાં સરપંચ સહિત પોલીસને જાણ કરવામાં આવી છે ત્‍યારે તાત્‍કાલિક અસરે સાયલા પોલીસ મામલતદાર કલેકટર સહિત ની ટીમો હાલમાં સાયલા તાલુકાના દેવગઢ ગામની સીમમાં  અને હાલમાં અનેક પ્રકારની તર્ક વિતર્ક સર્જાયા છે ત્‍યારે અવકાશી ગોળો પડવાની ઘટનાથી ગામમાં પણ ભારે કુતૂહલ સર્જાયું છે.

 

(11:58 am IST)