Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

શિહોરમાં ૪ જગ્‍યાએ લગ્ન પ્રસંગમાં ૪૦૦ લોકોને ફુડ પોઇઝીંગ

જુદી-જુદી જગ્‍યાએ લોકોને ઝેરી અસર થતા તાબડતોબ સારવારમા ખસેડાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૬: ભાવનગરના સિહોરમાં અલગ-અલગ ૪ સ્‍થળોએ લગ્ન પ્રસંગ હોય જમણવાર હોય મહેમાનોને જમ્‍યા બાદ ફૂડ પોઇઝનિંગ થઇ જતા સિહોરની સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં કુલ મળી ૪૦૦ જેટલા વ્‍યક્‍તિઓને સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવથી ભારે દોડધામ મચી જવા પામી હતી લગ્ન કરવા લાગ્‍યા.

 ઉનાળાની કાળઝાળ ગરમીમાં  લગ્ન પ્રસંગો પણ પુરજોશમાં હોય ફૂડ પોઈઝનના બનાવો બની રહ્યા છે.

 જાણવા મળતી વિગત મુજબ હાલ લગ્નસરા પૂરજોશમાં હોય તેની સાથોસાથ ઉનાળો પણ પુરજોશમાં છે તેવામાં ભાવનગરના સિહોર ખાતે અલગ-અલગ ૪ સ્‍થળોએ લગ્ન પ્રસંગ હોય મહેમાનોને ફૂડ પોઈઝનીંગની અસર થતાં સિહોરની સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જેમાં સિહોરના ઘાંચીવાડ ખાતે રહેતા રફીક ભાઈ મુસાભાઇ સૈયદ અને મેમણ કોલોનીમાં રહેતા રફિકભાઈ રવાણી તથા અશોકભાઈ માનસિંગભાઈ જાદવ તદુપરાંત બીપીન ભાઈ નાનજીભાઈ ગોહેલ ને ત્‍યાં લગ્ન -સંગ હોય જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

આ અલગ-અલગ ૪ સ્‍થળોએ લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગ થતા ૪૦૦ જેટલા વ્‍યક્‍તિઓને સિહોરની સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યારે અન્‍ય  વ્‍યક્‍તિઓને અલગ-અલગ ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવથી ભારે દોડધામ મચી જવા પામી હતી.

(11:31 am IST)