Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રીબડામાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા સપ્‍તાહ

શ્રી મહિરાજ બજરંગબલી ટ્રસ્‍ટ દ્વારા ર૦ થી ર૬ સુધી આયોજનઃ સંતવાણી- લોકડાયરો, સંતવાણીમાં માયાભાઇ આહિર, દેવાયત ખવડ સહિત ૧પ થી વધુ કલાકારો જમાવટ કરશે

ઉપરોકત તસ્‍વીરમાં પૂ.ભાઇશ્રી તેમજ ભાગવતકથાના આયોજક મહિપતસિંહજી જાડેજા અને પૂ.ભાઇશ્રીને ભાગવત કથાનું નિમંત્રણ પત્રિકા અર્પણ કરતા સતુભા જાડેજા નજરે પડે છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)(૬.૮)

(વિજુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : માજી ધારાસભ્‍ય શ્રી મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા પરિવાર દ્વારા શ્રી મહિરાજ બજરંગબલી ટ્રસ્‍ટના નેજા હેઠળ આગામી તા.ર૦ થી ર૬ મે રીબડાના આંગણે મુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રી મુખે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ શ્રી મહીરાજ હનુમાન મંદિર રીબડા ખાતે આયોજન કરાયું છે.

જેમાં દરરોજ સવારે ૯ થી ૧ પૂ. ભાઇશ્રી કથાનુ રસપાન કરાવશે આ કથાનું સંસ્‍કાર ચેનલ પર બપોરે ૧ થી પ અને જીટીપીએલ ચેનલ નં. પપપ ઉપર જીવંત પ્રસારણ થશે.

અખિલ બ્રહ્માંડ અધિનાયક ભગવાનશ્રી કૃષ્‍ણની કરૂણ અને કૃપાથી તથા આરાધ્‍ય રામદુત રૂડાવતાર આંજેય શ્રી મહિરાજ હનુમાનજીની પ્રેમ નિશ્રામાં પ.ભ.શ્રી મહિપતસિંહ ભાવુભા બાપુ જાડેજાના મંગલ મનોરથથી રીબડા ખાતે મા-બાપના પુણ્‍યો થકી  આ આયોજન થઇ રહ્યું હોવાનું અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું.

શુક્રવારે શ્રી મહિરાજ હનુમાનજી મંદિરેથી પોથીજીની યાત્રા પ્રસ્‍થાન કરશે અને રીબડામાં વાજતે ગાજતે સૌજોડાશે અને બાદમાં આ પોથીયાત્રા કથા સ્‍થાને પહોંચશે અને કથાનો મંગલ પ્રારંભ થશે આ કથા દરમ્‍યાન મંગલમય પ્રસંગોમાં તા.ર૩ને સોમવવારેશ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ તા. ર૪ મે મંગળવાર ગોવર્ધન પુજા તા.રપને બુધવારે શ્રી ઋક્ષમણી વિવાહ કથાશ્રવણ કરવા આવનાર મહેમાનો તથા ભાવિકો માટે બપોરે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ છે તેમજ રાત્રે ૯ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં તા.ર૩ને સોમવારના રોજ રાત્રે બ્રીજરાજદાન ગઢવી, માયાભાઇ આહિર, સાંઇરામદવે, નારાયણભાઇ ઠાકર, ઓસમમાણ મીર, ભગવતીબેન ગોસ્‍વામી, હર્ષ પીપળીયા (રીબડા) તા.ર૪ને મંગળવારે ફરીદામીર, દિપકભાઇ જોષી નાગરબાની રામશર અને તા. ર૬ને ગુરૂવારે રાત્રે રાજભા ગઢવી, દેવાયતભાઇ ખવડ, દેવરાજ ગઢવી, અનુભા ગઢવી, હરદેવ આહિર, મનસુખભાઇ વસોયા હકાભા ગઢવી સહીતના કલાકારો સંતવાણીના શુર રેલાવશે આ કથા દરમ્‍યાન શ્રી મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાના માર્ગદર્શન હેઠળ શ્રી રાજેન્‍દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, શ્રી અનિરૂધ્‍ધસિંહ શકિતસિંહ જાડેજા જાડેજા શ્રી રાજદિપસિંહ જાડેજા તથા સત્‍યજીતસિંહ જાડેજા અને સમગ્ર પરિવાર દ્વારા ખૂબ સુંદર વ્‍યવસથા ગોઠવવામાં આવેલ છે.

(11:23 am IST)