Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સતત તાપથી લોકો અકળાઇ ગયા : પારો નીચે જતો જ નથી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં બપોરના સમયે ધોમધખતો તાપ વધુ : અસહ્ય ઉકળાટ યથાવત

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આકરા તાપના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. છેલ્લા થોડા દિવસોથી મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને અનેક શહેરોમાં વટાવી જાય છે જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

અસહ્ય તાપના કારણે લોકો એસી અને પંખાના સહારે ઘરની અંદર જ પુરાઇ રહે છે. બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ જોવા મળે છે.

સૌરાષ્‍ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. કાલે રાજકોટ - સુરેન્‍દ્રનગર ૪૩, જૂનાગઢ ૩૯, જામનગર - કેશોદ ૩૭ ડિગ્રી જ્‍યારે પોરબંદર ૩૪, વેરાવળ - ઓખા ૩૩, દ્વારકા ૩૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  બપોરના સમયે ચામડી દાઝે તેવી ગરમી પડી રહી છે. ગરમીની સાથે સાથે સતત લૂ ફૂંકાતા લોકોએ બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્‍યું હતું. જેથી બપોરના સમયે શહેરના રસ્‍તા સુમસામ બન્‍યા હતા. રાજકોટમાં તાપમાનનો પારો ૪૩.૭ ડિગ્રીને પાર રહેતા લોકો તોબા પોકારી ઉઠયા હતા. જ્‍યારે સુરેન્‍દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.

(11:21 am IST)