Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જસદણઃ ગાંઠનું સફળ ઓપરેશન

આટકોટઃ જસદણ સરકારી હોસ્‍પિટલમાં આશરે ચાર માસથી સેવાસેતુમાં પ્રસંશનીય સેવાકાર્ય કરતા પલ હોસ્‍પિટલના ગાયનેક ડો. વિશાલ શર્મા એ જસદણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રીના સહયોગથી ગર્ભાશયની ગાંઠ - છાતીની ગાંઠ - અંડાશયની ગાંઠ જેવા પાંચ ઓપરેશન વિનામૂલ્‍યે અને સફળતાપૂર્વક પૂર્ણ કરી તમામ દર્દીઓને વિવિધ પિડાઓમાંથી છૂટકારો અપાવી મહિલા દર્દીઓને નવજીવન આપવામા ડો.વિશાલ શર્મા માનવતાભર્યુ સેવાકાર્ય કરતા દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે. ડો. વિશાલ શર્માને જસદણ સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. રાકેશ મૈત્રી ડો. દીપક રામાણી ડો. કે.એન.બથવાર ડો. વિજય વાવડીયા ડો. લક્કીરાજ પટેલ ડો. જૈનીસ પટેલ ડો.વિશાલ ભાયાણી સહિતના ડોક્‍ટરો - નર્સિંગ સ્‍ટાફ - વિવિધ વિભાગીય સ્‍ટાફ નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી સહિતનાઓએ ડો. વિશાલ શર્મા ને અભિનંદન સહ શુભેચ્‍છાઓ પાઠવી હતી.(તસવીરોઃ કરશન બામટાઃ આટકોટ)

(10:52 am IST)