Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વિજયભાઈ રૂપાણી ભાવનગરમા : ભાવનગર જિલ્લામાં 'મારું ગામ કોરોનામુકત ગામ' અને શહેર વિસ્તારમાં 'મારો વૉડ કોરોનામુકત વૉર્ડ' અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટી તંત્ર,શહેરીજનો અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર-CCCC અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચનો

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર:::ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને  કલેક્ટર કચેરી, ભાવનગર  ખાતે આજે  ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએભાવનગર  શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ  હોસ્પિટલો, બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા,ઓકિસજનના નવા પ્લાન્ટ, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા,આરોગ્ય સ્ટાફ ,રસીકરણની સ્થિતિ- આયોજન  સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી  વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.   

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં 'મારું ગામ કોરોનામુકત ગામ' અને શહેર વિસ્તારમાં  'મારો વૉડ કોરોનામુકત વૉર્ડ'  અભિયાનને વધુ બળ મળે  તે માટે વહીવટી  તંત્ર,શહેરીજનો અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર-CCCC અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતાં. 

મુખ્યમંત્રીશ્રીએ 'તૌકતે' વાવાઝોડા અંગે વહીવટી તંત્રની તૈયારીઓની પણ સમિક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી.  

  બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબહેન દવે, ભાવનગરના મેયરશ્રી કિર્તિબાળાબેન દાણિધરિયા, ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા,ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકારાણી, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કેલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવશ્રી જયંતિ રવિ, જિલ્લાના પ્રભારી સચિવશ્રી સોનલ મિશ્રા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી,  રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌર  સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણાં કરી હતી.

(12:35 pm IST)
  • વાવાઝોડું અસર બતાવવા લાગ્યું : આજે બપોર પછી નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. access_time 4:21 pm IST

  • વાવાઝોડાની અસર : રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ : અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો : મોડાસા અને માલપુરમાં વરસાદ :નવસારીના ગણદેવીમાં વરસાદ : શામળાજીમાં ભારે પવન સાથે વરસાદના છાંટા : સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો: વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ access_time 5:33 pm IST

  • કર્ણાટકમાં ૨૪ કલાકમાં ૪૧૬૬૪ નવા કેસ : કર્ણાટકમાં ૨૪ કલાકમાં ૪૧૬૬૪ નવા કેસ નોંધાયા, ૩૪૪૨૫ સાજા થયા અને ૩૪૯ મૃત્યુ થયા છે access_time 12:43 am IST