Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જામતો આકરો ઉનાળો

સુરેન્દ્રનગર - ૪૧.૮, અમરેલી - ૪૧.૦, રાજકોટ - ૪૦.૬ ડીગ્રી

રાજકોટ, તા.૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપ સાથે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને મહત્તમ તાપમાનનો પારો ૪ર ડીગ્રી આસપાસ પહોંચી ગયો છે.

ગઇકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન ડીસા અને ગાંધીનગરમાં ૪ર ડીગ્રી, અમદાવાદ ૪ર.૧, સુરેન્દ્રનગરમાં ૪૧.૮, અમરેલી ૪૧.૦, રાજકોટ-ભુજમાં ૪૦.૬ ડીગ્રી, કેશોદમાં ૩૯.ર, મહુવા (સુરત) ૩૮.૦ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

અસહ્ય ઉકળાટના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહત્તમ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.

આખો દિવસ અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.(

(1:15 pm IST)