Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

મુંબઈથી પતિ-પત્ની એકટીવા પર ભચાઉ આવી પહોંચ્યા

ઓનલાઇન ફોર્મ ભરીને વાગડની વાટ પકડી : આરોગ્ય વિભાગને જાણ કરીને ક્વોરેન્ટાઇન થઇ ગયા

મુંબઈમાં રહેતા વાગડના લોકોનો આંકડો ખૂબ મોટો છે અને ઘણા લોકોને વાહનની વ્યવસ્થા થાય ઓનલાઈન સરકાર મંજૂરી આપે એટલે માદરે વતન આવવા નીકળી પડે છે. મૂળ બાદરગઢના યુવાન પતિ-પત્ની આશિષ પ્રવીણભાઈ રાઠોડ અને જ્યોતિ આશિષ રાઠોડ, જે મુંબઈના નાલાસોપારામાં રહે છે તેમણે કરછ આવવા વાહનો માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ કાઈ મેળ ના પડતા તેમણે સરકારના ઓનલાઇન ફોર્મમાં પોતાની એકટીવા સ્કૂટરના નંબર MH 47 V 5983 નાખ્યા અને મંજૂરી મળી જતા આશિષ રાઠોડે હાજર એ હથિયાર માનીને સાંજે 6 વાગે મુંબઈથી એક્ટિવા લઈને બન્ને પતિ-પત્ની વાગડની વાટે નીકળી પડ્યા અને બીજા દિવસે સવારે 10 વાગે ભચાઉ તેમના ઘરે પહોંચી પણ આવ્યા. અને કોરોના લોકડાઉનમાં પોતાની ફરજ પ્રમાણે સંબધી દ્વારા ભચાઉ આરોગ્ય વિભાગને જાણ કરી ક્વોરોન્ટાઇન થઈ પણ ગયા.

(11:43 am IST)