Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

હળવદમાં ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી

હળવદ :  સમસ્ત દલિત સમાજ દ્વારા ડો. બાબા  સાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે પુષ્પાંજલી તેમજ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. હળવદ મામલતદાર વી.કેે. સોલંકી તથા પી.આઇ. એન.આર. સોલંકી સહીત દલિત સમાજના આગેવાનો એ કેક કાપીને જન્મ જયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો સહીત બાળકો જોડાયા હતા. જયભીમ ના નારા સાથે ટીકર રોડ પર આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતીમા ને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.ખુબજ ઉમંગ અને ઉત્સાહ પુર્વક જન્મ જયંતી કાર્યક્રમની પૂર્ણાહુતી થઇ હતી   (તસ્વીર-અહેવાલ  દિપક જોષી હળવદ)

(11:48 am IST)