Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામજન્મોત્સવ : શોભાયાત્રા

માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. ઉપરાંત શોભાયાત્રામાં ૧૦૦થી વધુ હનુમાનજીના પાત્રએ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ શોભાયાત્રામાં ર૦થી વધુ ફલોટ જોડાયા હતા. શોભાયાત્રાના રૂટ દરમ્યાન વિવિધ સ્વૈચ્છીક સંસથાઓ દ્વારા ઠંડાપીણાના આયોજન કરેલા હતાં. શોભાયાત્રામાં એકથી પાંચ નંબર મેળવનાર વિશ્વ હિન્દુ પરિષદ અનેક સંસ્થાઓ દ્વારા શીલ્ડ, ઇનામ, રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતાં. આ શોભાયાત્રાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : પ્રશાંત રૂપારેલીયા-માણાવદર)

(11:47 am IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST