Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સોમનાથ મંદિર ભાવિકોની વ્હારેઃ તડકાથી રક્ષણ આપવા મંડપઃ ઠંડા પાણીની સવલત

પ્રભાસપાટણ તા.૧૬:  વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે કાળઝાળ આકરા તાપમાં આવતા દર્શનાર્થીઓ -યાત્રિકો માટે વિશેષ સુવિધાઓ તડકાથી રક્ષણ મળે તે માટે હાથ ધરી છે. જેમાં દર્શનાર્થી પરિવાર સોમનાથ મંદિર પાસે તડકાથી બચવા ચારથી પાંચ જેટલા મંડપો બાંધવામાં આવ્યા છે. જેમાં યાત્રિકો તેના સાથી-પરિવારના સભ્યો સામાન સાથે તડકા રક્ષિત મંડપમાં બેસી શકે છે.

આવા જ મંડપો લગેજ ઘર, જુતાઘર પાસે, બાથરૂમ ઘર, પ્રસાદ ઘર પાસે લગાવાયા છે. જેથી ત્યાંં  થતી લાઇન આ મંડપને કારણે તડકો સહન ન કરવો પડે.

સોમનાથ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓના ચાલવાના માર્ગે સફેદ કેમિકલ રંગના પટ્ટા છેક મંદિર સુધી લગાવાયેલ છે.

આ ઉપરાંત મંદિરમાં દર્શન કરવાના સ્થળે પ્રથમથી જ એરકન્ડીશન્ડ લગાવાયેલ છે જેથી ગમે તેટલી ગર્દીમાં પણ અને ભર ઉનાળામાં પણ શિતળ ઠંડી અનુભવાય ભગવાનના મંદિરમાં પણ એરકન્ડીશન્ડ શિતળતાથી ગ્રિષ્મમાં રાહત અનુભવાય છે. મંદિરમાં જુદે-જુદે સ્થળે પીવાના પાણીના પરબ પ્રથમથી જ કાર્યરત છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે સોમનાથ આવતા દર્શનાર્થીઓને ઠંડુ-સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે આજથી સોમનાથ ટ્રસ્ટ સંસ્કૃતિક હોલ ખાતે આર.ઓ. કુલર વીથ વોટર લગાવાયેલ છે. જે કલાકના ૫૦૦ લીટરની ક્ષમતા ધરાવે છે. આવું જ કુલર ભીડભંજન મંદિર ખાતે પણ આજથી ચાલુ કરાયેલ છે. તેમજ ઉનાળાના વેકેશન અનુલક્ષી મે માસના બીજા અઠવાડિયામાં નૃત્યની તાલમી લઇ શકે તે માટે તાલીમવર્ગ પણ આયોજીત કરાયેલ છે.

(11:42 am IST)