Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જ્યુબીલી બાગ પાસે ફૂટપાથ પર અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૫: જ્યુબીલી બાગ નજીક ઠાકર હોટેલ સામે પથીક આશ્રમ પાસે ફૂટપાથ પર અજાણ્યા આશરે ૫૦ થી ૬૦ વર્ષના પુરૂષનીલાશ પડી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇએ કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ નિરંજનભાઇ જાનીએ એ-ડિવીઝનને વાકેફ કરતાં પીએસઆઇ પી. પી. ચાવડાએ ઘટના સ્થળે જઇ કાર્યવાહી કરી હતી. મૃતકને બેઠકના ભાગે ગુમડુ થયું હતું. તેમાં ગેંગરીન થઇ જવાથી મોતને ભેટ્યાનું પોસ્ટ મોર્ટમ બાદ બહાર આવ્યું હતું. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:14 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST