Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કચ્છમાં મીની વાવાઝોડુ-વીજ થાંભલા ધરાશાયીઃ સૌરાષ્ટ્રમાં વાદળા

કાળઝાળ ગરમી વચ્ચે પવન ફુંકાયોઃ મીઠાપુર-સુરજકરાડીમાં ધુળની ડમરીઓ ઉડી રાજકોટમાં પણ સવારથી ઉડતી ધુળ સાથે ફુંકાતો ભારે પવન

કચ્છમાં મીની વાવાઝોડુ-વીજ થાંભલા ધરાશાયીઃ સૌરાષ્ટ્રમાં વાદળાઃ પ્રથમ તસ્વીરમાં કચ્છના ગાંધીધામમાં મીની વાવાઝોડુ ફુંકાતા વિજ થાંભલા ધરાશાયી થયા હતાં. બીજી તસ્વીરમાં મીઠાપુરમાં ફુંકાતો પવન ત્રીજી અને ચોથી તસ્વીરમાં જસદણમાં વાતાવરણમાં પલ્ટો સાથે ઠંડો પવન ફુંકાયો હતો તે નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા (ભુજ), દિવ્યેશ જટણીયા (મીઠાપુર), હુસામુદીન કપાસી (જસદણ)

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ રવિવારથી હવામાનમાં પલ્ટો આવ્યો છે અને કાલે બપોરથી વાદળછાયું વાતાવરણ છવાયુ છે આવા વાતાવરણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં  મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. અને વિજ થાંભલા ધરાશાયી થયા હતાં.

જયારે મીઠાપુર, સુરજકરાડી, જસદણ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયા વાતાવરણ સાથે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.

ભુજ

ભુજ : કાળઝાળ ગરમી ભર્યા માહોલ વચ્ચે કચ્છમાં સોમવારે વહેલી અચાનક મોસમનો મિજાજ બદલાઇ ગયો હતો. ધુળની ડમરીઓ વચ્ચે પવન ફુંકાતા વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું. કચ્છમાં વિવિધ જગ્યાએ આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને લીધે કચ્છનાં ગાંધીધામ શહેરમાં તો વિજળીનાં થાંભલા પડી જવાને લીધે રસ્તો પણ બંધ થઇ ગયો હતો.

હવામાન સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા મુજબ, પશ્ચિમી વિક્ષોભને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અચાનક પલ્ટાયેલા વાતાવરણથી રાજયમાં ગરમીમાં મોખરે રહેનારા કંડલા એરપોર્ટનું તાપમાનનો પારો ૪ર થી નીચે ઉતરીને ર૭ ડીગ્રી સુધી પહોંચી ગયો હતો.

હવામાનમાં ઓચિંતા ફેરફારને કારણે જયાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યાં ભારે પવનને લીધે ઘર ધુળથી  ભરાઇ ગયા હતાં. કચ્છનાં ભુજ, ગાંધીધામ સહિતનાં શહેરો ઉપરાંત કંડલા, માંડવી તથા મુંદ્રા જેવા બંદરિય વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોસમનાં આ બદલાયેલા મિજાજની અસર જોવા મળી હતી.

મીઠાપુર

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના મીઠાપુર અને સુરજકરાડી વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ભારે પલ્ટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાવાઝોડા જેવો પવન ફુંકાવાનું શરૂ થઇ ગયું છે. આ ભારે પવનના કારણે આવી સખ્ત ગરમીમાં પણ ટાઢોળા જેવો અનુભવ થવા માંડયો છે. અને ભારે પવનના કારણે ધુળની ડમરીઓ ઉડવા માંડી છે.

જસદણ

જસદણ :.. જસદણના વાતાવરણમાં આજે સોમવારે સવારે અચાનક પલ્ટો આવતા વાતાવરણ સવારથી ધુપછાવ સાથે જાણે વરસાદ પહેલાની ગરમી હોય તેવો માહોલ સર્જાયો હતો. નિયત સમયે દર્શન આપતા સુરજદાદા પણ વારે ઘડીએ અલોપ થઇ જતા હતાં.

દ.ગુજરાત, રાજસ્થાન, ઉત્તર  કોંકણ, મહારાષ્ટ્રમાં વરસાદ પડશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી પહોંચ્યું હોય, તેના ફળ સ્વરૂપે સોમ અને મંગળવારે રાજસ્થાન, દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ અને ઈન્ટરનલ મહારાષ્ટ્રમાં વરસાદ પડશે તેમ વધુ એક ખાનગી હવામાન સંસ્થાએ ટ્વીટ કરી જણાવ્યું છે

(11:48 am IST)
  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST