Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મોરબીના પીપળી ગામે હત્યા પકેસના મહિલા સહીત પાંચ આરોપીઓના તા. ૨૨ સુધી રિમાન્ડ મંજુર કરાયા

 

મોરબીના પીપળી ગામે યુવાનના હત્યા કેસમાં એલસીબી ટીમે મહિલા સહીત પાંચ આરોપીને ઝડપી લીધા બાદ આરોપીને રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે આગામી તા. ૨૨ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે

    અંગેની વિગત મુજબ મોરબીના પીપળી ગામે ગણપતકુમાર બળવંતભાઈ ચૌહાણ નામના યુવાનના હત્યા મામલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જે બનાવ અંગે એલસીબી ટીમે મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવીને આરોપી ગોરધન શેનીયા ભુરીયા, દિલીપ તીતરીયા દામોઅર અને સુમીલા ગોરધન ભુરીયા એમ ત્રણ આરોપીને મધ્યપ્રદેશથી તેમજ મુકેશ તીતરીયા ડામોર અને ધુમજી ધનસિંગ વાસકલીયા રહે બંને એમપી વાળાને પડધરી તાલુકાના ખામટા ગામથી ઝડપી લઈને પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તાલુકા પીએસઆઈ એન જે રાણાની ટીમ દ્વારા ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરતા આગામી તા. ૨૨ સુધીના રિમાન્ડ મંજુર કરાયા છે જે રિમાન્ડ દરમિયાન હત્યામાં વપરાયેલ હથોડી કબજે લેવાશે તેમજ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે

(11:38 pm IST)